newsdog Facebook

અચાનક રસ્તામાં જડે જો પૈસા તો થશે તમારી સાથે કંઈક આવુ

Sandesh 2019-05-15 03:15:00

આપણી સાથે ક્યારેક તો એવું થયુ જ હશે કે આપણે ચાલતા જઈ રહ્યા હોઈએ અને આપણને કોઈ વસ્તુ મળી જાય. આપણને ક્યારેક રસ્તા પર ચાલતા આ રીતે કોઈ વસ્તુઓ મળી જાય ત્યારે આપણે થોડીવાર તો વિચારતા જ રહીએ છીએ કે આપણે આ વસ્તુ લેવી કે ન લેવી. ક્યારેક આપણને રસ્તા પર પૈસા મળે તો આપણે વિચારીએ કે શું આનાથી આપણને ફાયદો થશે કે નુકસાન? આ મળેલા પૈસાને સાચવવા કે પછી વાપરવા. આપણે આ પૈસાનો એવો ક્યો ઉપયોગ કરીશું જેનાથી ફાયદો થાય.

સૌથી પહેલાં સમજો આ વાતને

રસ્તામાં સિક્કો મળવો કે નોટ મળવી અલગ અલગ છે. કોઈ કામથી જો તમે જઈ રહ્યા હો અને પૈસા મળે કે રસ્તામાં ઘરે આવતા હો ત્યારે પૈસા મળે આ બંનેની અસર અલગ અલગ જોવા મળે છે.

આ પણ છે મહત્વપૂર્ણ

સિક્કો કે નોટ ક્યા સમયે તમને મળે છે તે પણ ખુબજ મહત્વનું છે. કેમકે આ ધનરાશિ તમને જણાવે છે કે તમારે કઈ દિશામાં આગળ વધવુ.

સિક્કો મળે ત્યારે સમજવું કે…

જો તમને રસ્તા પરથી સિક્કો મળે તો એ વાતનો સંકેત આપે છે કે તમારા પૂર્વજો અને પિતૃઓના આશિર્વાદ તમારી સાથે છે. તમે જે કામ માટે પ્રયાસો કરો છો તે ટૂંક સમયમાં પુરૂ થશે. તમારી પુરી લગન અને મહેનત લગાવી દેવાથી તમારા કાર્યમાં સિદ્ધિ મળશે. તમારી પ્રગતિ થશે, મહેનત રંગ લાવશે.

નોટ મળવાનો અર્થ

રસ્તામાં જો તમને નોટ મળે તો એનો અર્થ છે જે કારણે તમે હાલ માનસિક બેચેની અનુભવો છો તેમાંથી બહાર નીકળી શકશો. નોટ મળશે એ દર્શાવે છે કે તમારે તમારી અંતરાત્માની વાતને સાંભળવી જ રહી. ખુદ પર ભરોસો કરો અને આગળ વધો. નોટ મળવાથી એ દિશામાં ઇશારો કરે છે કે તમારી પ્રગતિને કોઈ નહી અટકાવી શકે.

ઘરે જતી વખતે જો પૈસા મળે

ઘરે પરત ફરતી વખતે જો તમને પૈસા મળે તો એ દર્શાવે છે કે તમને આર્થિક રીતે મળશે લાભ. તમે યોગ્ય માર્ગે ચાલવાનો પ્રયાસ કરતા રહો.

આ પૈસાને યોગ્ય રીતે રાખવાની રીત

કેટલાક લોકો રસ્તામાં જડેલા પૈસાને મંદિરમાં મુકી દે છે કેટલાક ગરીબ લોકોને દાન કરી દે છે. કેટલાક લોકો આ પૈસાને પર્સમાં સંભાળીને મુકી દે છે તો કેટલાક લોકો તિજોરીમાં તેને રાખી દે છે.

જો ઘરે જતી વખતે પૈસા મળે તો ઓફિસ કે વ્યવસાયના સ્થાને રાખી દો. ઓફિસમાં રાખેલ આ પૈસા તમારી પ્રગતિ કરાવશે. આ પૈસાને ઘરમાં રાખવાથી કોઈ ફાયદો થશે નહી. તમે ઇચ્છો તો આ પૈસાને પર્સમાં રાખી શકો છો. જો કે આ પૈસાને ક્યારેય વાપરવા નહી. આ પૈસાનું દાન પણ ન કરો.

તમે આ પૈસાને કોઈ ડાયરી કે બુકમાં સાચવીને રાખો. આ પૈસાને તમારી મહેનતની કમાણી સાથે રાખો. કેમકે બહારથી પ્રાપ્ત ધન તમારી મહેનતની કમાણીને સ્પર્શે તો આ પૈસા પણ ફાયદો કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન