newsdog Facebook

યુપીમાં ચૂંટણી સમયે જ ‘બીયર’ની જબરી અછત

Sanjsamachar 2019-05-15 02:31:00

લખનૌ: ઉતરપ્રદેશમાં 80 બેઠકોના જંગ રસપ્રદ છે અને સૌથી વધુ ટકકર આ મતક્ષેત્રમાં જોડાઈ રહ્યા છે તે સમયે જ અહી ‘બીયર’ની અછત ઉભી થતા દેકારો મચી ગયો છે. ઉતરપ્રદેશ દેશમાં શરાબ-સેવનમાં નંબર વન છે પણ યોગી સરકારે અહી એકસાઈઝ પોલીસીમાં ફેરફાર કર્યા છે અને રાજયના કાઉ-પ્રોટેકશન પ્રોગ્રામ- ગાયોની સુરક્ષા માટે ખાસ ભંડોળ ઉભુ કરવા શરાબ-બીયર પર 0.5% એકસાઈઝ લાદી છે. જેના કારણે અહી વેચાતા તમામ પ્રકારની શરાબ અને બીયરની અછત છે. અહી દરેક કંપનીએ તેના નવા લેબલ રાજય સરકાર પાસે મંજુર કરાવવા પડે છે પણ ચૂંટણી જાહેરાત બાદ ધીમી ગતિએ કામગીરી ચાલે છે અને તેના કારણે નવા લેબલ વાળા શરાબ-બીયરની જબરી અછત છે. અહી એપ્રિલ માસમાં બિયરનો ધંધો 40% જેટલો ઘટી ગયો છે.