newsdog Facebook

વડોદરામાં દુષિત પાણીની ફરિયાદો વચ્ચે પાણીની ટાંકી સાફ કરતા તેમાંથી 7 ઈંચનું નીકળ્યુ...

GSTV 2019-05-15 13:40:06

વડોદરાના પૂર્વ અને દક્ષિણના વિસ્તારોમાં આજે પણ દુષિત પાણીનુ વિતરણ કામ ચાલી રહ્યુ છે. જેને કારણે સ્થાનિકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. મહાપાલિકા દ્વારા પીવાલાયક પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાં આવી નથી.

તરસાલી વિસ્તાર ની ટાંકી માંથી 6 મહિનાથી પીળું તેમજ ગંદુ પાણી વિતરણ થઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તરસાલીની ટાંકી ખાતે સંપની સફાઈ હાથ ધરવામાં આવી.

જેમાં સંપની અંદર 7 ઇંચ જેટલો કાદવ તેમજ કદડો જમા થયો હોવાનુ સામે આવ્યુ છે. જ્યારે નિમેટા  વૉટર  ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં  ખામી  છે. અને સયાજી પુરા તેમજ તરસાલી ટાંકીઓની સફાઈ કામગીરી શરૂ છે.