newsdog Facebook

સિનિયર પાયલટે મહિલા પાયલટને પુછ્યું, શું મારે દરરોજ સેક્સની જરૂર નથી પડતી?

Sandesh 2019-05-15 01:19:00

એર ઈન્ડિયાની એક મહિલા પાયલટે એરલાઈનના જ એક સિનિયર પાયલટ પર શારિરીક છેડછાટનો આરોપ લગાવ્યો છે. મહિલા કેપ્ટન (પાયલટ) અને સિનિયર પાયલટ (કમાંડર) દિલ્હીમાં જ રહે છે.

એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે એક મહિલા પાયલટે મેનેજમેન્ટ સમક્ષ એક સિનિયર પાયલટ વિરુદ્ધ અરજી આપી છે. મહિલા પાયલટના જણાવ્યા પ્રમાણે સિનિયર પાયલટ તેણીને અયોગ્ય સવાલો પૂછી રહ્યો હતો. આ મામલે એર ઇન્ડિયા તરફથી સિનિયર પાયલટ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

મહિલા પાયલટે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, પાંચમી મે ના રોજ હૈદરાબાદ ખાતે તાલિમ પૂર્ણ થયા બાદ તેના ઇન્સ્ટ્રક્ટરે તેને ડિનર માટે એક હોટલમાં જવાનું સૂચન કર્યું હતું. મેં તેમની સાથે અનેક વખત ફ્લાઇટ ઉડાવી હોવાથી તેમજ તેમનું વર્તન ખૂબ જ સારું હોવાથી મેં આ માટે હા પાડી હતી. અમે સાંજે આઠ વાગ્યે રેસ્ટોરન્ટમાં ગયા હતા. ત્યાર બાદ જ મારી સાચી મુશ્કેલી શરૂ થઈ હતી.

મહિલા પાયલટે પોતાની ફરિયાદમાં આગળ લખ્યું છે કે, તેમણે મને પોતાના લગ્ન જીવન વિશે વાતચીત કરી હતી. તેમણે મને કહ્યું કે લગ્નજીવનથી તે ખૂબ જ હતાશ અને પરેશાન છે. કમાંડરે મને એવો પણ સવાલ કર્યો કે, મારો પતિ મારાથી દૂર રહેતો હોવા છતાં હું કેવી રીતે રહી શકું છું. સિનિયરે એવો પણ સવાલ કર્યો કે, શું મારે દરરોજ સેક્સ કરવાની જરૂર નથી પડતી?

મહિલા પાયલટે વધુમાં ઉમેર્યું હતું કે, ત્યાર બાદ કમાંડર તેને પોતાના રૂમમાં બોલવવા લાગ્યો. જ્યારે મહિલાએ આ મામલે કોઈ જવાબ ના આપ્યો તો તેને મેજેસ કરીને કહ્યું કે, પોતે જ તેના રૂમમાં આવી જશે. કમાંડરે નફ્ફટાઈ દેખાડતા કહ્યું હતું કે, હું તને વિકલ્પ આપી રહ્યો છું.

મહિલા પાયલટના જણાવ્યા પ્રમાણે, વાતચીત એટલી આગળ વધી કે એક તબક્કે મેં તેમને કહી દીધું કે મારે આ મુદ્દે કોઈ વાત કરવી નથી અને હું ત્યાંથી નીકળી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન