newsdog Facebook

પત્નીને કીધું કે સરપ્રાઈઝ છે... આંખે પાટા બાંધીને 5 આંગળીઓ કાપી નાખી, વાત ફક્ત આટલી જ હતી

GSTV 2019-05-14 11:35:28

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક વ્યક્તિએ પોતાની પત્નીને ગ્રેજુએશન કરવાની એવી સજા આપી કે સાંભળીને તમારી રૂવાડા ઉભા થઈ જશે. પત્ની ગ્રેજ્યુએશન કરવા માંગતી હતી તેના પર આંઠ ધોરણ પાસ પતિ ભડકી ઉઠ્યો. ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીની આઠ આંગળીઓ કાપી નાખી.

રફીકુલ સાઉદી અરબમાં કામ કરતો હતો. તે થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ પાછો ફર્યો હતો. તેની પત્ની હવા અખ્તરે રફીકુલની મંજૂરી વગર ગ્રેજ્યુએશનનો અભ્યાસ શરૂ કરી દીધો. રફીકુલે તેને અભ્યાસ ચાલુ રાખવા પર અંજામ ભોગવવાની ઘમકી આપી. પણ પત્નીએ અભ્યાસ ચાલુ રાખ્યો.

પત્નીની આ જીદથી પતિ એટલો ભડકી ઉઠ્યો કે તેણે સજા આપવાનું મન બનાવી લીધું. રફીકુલે સરપ્રાઈઝ આપવાની વાત કહીને પત્નીની આંખો પર પટ્ટી બાંધી દીધી. ત્યાંર બાદ હાથની પાંચ આંગળીઓ કાપી નાખી. ત્યાંર બાદ તેણે કાપેલી આંગળીઓ કચરા પેટીમાં નાખી દીધી જેથી કરીને ડોક્ટર તેને જોડી ન શકે.

પોલીસમાં ફરિયાદ દાખલ કરવા પર પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. રફિકુલે પોતાનો ગુનો કબુલી લીધો છે. મહિલા હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ તેના માતા પિતાના ઘરે આવી ગઈ છે.

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં પાછલા વર્ષે પણ આવા પ્રકારનો એક મામલો સામે આવ્યો હતો. જૂનમાં એક બેરોજગાર વ્યક્તિએ ઢાકા યુનિવર્સિટીમાં આસિસ્ટેન્ટ પ્રોફેસરની પત્નીની આંખો એટલા માટે કાઢી લીધી હતી જેથી તે કેનેડા યુનિવર્સિટીમાં અભ્યાસ ન કરી શકે.