newsdog Facebook

ભૂલથી પણ ન કરો આવી એપ ડાઉનલોડ કરી જશે તમારા પૈસા ચાંઉ!

Sandesh 2019-02-11 17:16:00

ટેકનોલોજીએ હરણફાળ ભરતા આપણે હવે દરેક કામ ફોનથી કરતા થઈ ગયા છીએ. આ ખુબજ સરળ અને સમય બચાવે છે. દોડધામભરી જિંદગીમાં ટાઈમ જ ક્યાં છે કોઈ પાસે કે બેન્કમાં જઈ જઈને વારંવાર સમય વ્યતીત કરે. આપણા મોટાભાગના કામ હાલ ફોનથી થઈ ગયા હોવાથી આપણે બેન્કનો વહિવટ પણ હવે મોટાભાગે ફોનથી જ કરતા હોઈએ છીએ.

જો તમે પણ બેંકની મોબાઇલ એપ્લિકેશન મારફતે પૈસાની લેતી-દેતી કરી રહ્યા છો તો તમારે આ સમાચાર જાણવા જોઈએ. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર બેંકની ફેક એપ હયાત છે, જે લોકોનો ડેટા ચોરી રહી છે. સમાચાર પ્રમાણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), ICICI બેંક, Axis બેંક, સિટી બેંક સહિત બીજી મુખ્ય બેંકોની નકલી એપ ગ્રાહકોનો ડેટા ચોરી રહી છે. IT સુરક્ષા ફર્મ Sophos લેબ્સ તરફથી જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં આવી જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ બેંકોની નકલી એપ્લિકેશન Google Play પર હયાત છે.

અસલી એપ જેવી હોય છે નકલી એપ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નકલી એન્ડ્રોઇડ એપ્લિકેશનનો લોગો (Logo) અસલી બેંક જેવો જ હોય છે. આ જ કારણે ગ્રાહકોને નકલી અને અસલી એપ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નકલી એપ્લિકેશનના માધ્યમથી હેકરોએ અનેક ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની ડિટેઇલ્સ ચોરી કરી લીધી છે.

અમુક બેંકોએ શરૂ કરી તપાસ

જોકે, બેંકોની કહેવું છે કે તેમને નકલી એપ્સ બાબતે કોઈ જ માહિતી નથી.અમુક બેંકોએ આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે તેમણે કોમ્પ્યુટર સુરક્ષા સાથે જોડાયેલી બાબતો પર નજર રાખતી નોડલ એજન્સી CERT-inને પણ માહિતી આપી છે.

એજન્સીના તૈયાર થયેલા રિપોર્ટમાં જે બેંકોની નકલી એપ્સ બનાવવામાં આવી હોવાનો ઉલ્લેખ છે તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), ICICI બેંક, Axis બેંક, સિટી બેંક, ઇન્ડિયન ઓવરસિઝ બેંક, બેંક ઓફ બરોડા, યસ બેંક સહિત કુલ સાત બેંકનો સમાવેશ થાય છે. સિટી બેંકનું કહેવું છે કે રિપોર્ટમાં જે નકલી એપનો ઉલ્લેખ છે તેનાથી બેંક પર કોઈ જ અસર પડી નથી.

બેંકે Sophos લેબ્સને એક પત્ર લખીને તેનું નામ રિપોર્ટમાંથી હટાવવા માટે કહ્યું છે. જ્યારે યસ બેંકનું કહેવું છે કે તેમણે આ અંગેની જાણકારી સાયબર ફ્રોડ વિભાગને આપી દીધી છે.

હાલ સતત સમાચારો પણ મળી રહ્યા છે કે કેટલા ફ્રોડ થાય છે આ સમયે ફક્ત એટલુ જ કરવાનું કે થોડી સાવધાની રાખશો તો આવી નોબત ક્યારેય નહી આવે.