newsdog Facebook

કેન્સલ ના કરો, આવી રીતે કોઇ બીજાને ટ્રાન્સફર કરો પોતાની ટ્રેન ટિકીટ

Vtv News 2019-02-11 10:45:00

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન પર ઓનલાઇન ટિકીટ તો તમે જરૂરથી બુક કરી હશે. ટિકીટ બુક કરતી વખતે મોટાભાગે ભૂલો પણ થઇ જાય છે તો એવામાં તમારી પાસે ટિકીટ કેન્સલ કરાવ્યા સિવાય કોઇ વિકલ્પ હોતો નથી. જો કે     IRCTC ના નવા નિયમો પ્રમાણે હવે તમે તમારી ટિકીટ કેન્સલ કરવાની જગ્યાએ ટ્રાન્સફર પણ કરાવી શકો છો. અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ સેવાનો ઉપયોગ કોઇ વ્યક્તિ એક જ વખત કરી શકે છે. અહીંયા અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. 

આવી રીતે બદલો પેસેન્જરનું નામ 

  • સૌથી પહેલા ટિકીટની પ્રિન્ટ આઉટ નિકાળો. 
  • તમારા સૌથી નજીકના રેલવે સ્ટેશનવ પર જાવ. 
  • જે વ્યક્તિને ટિકીટ ટ્રાન્સફર કરવાની છે એનું ઓરિજીનલ આઇડી પ્રૂફ સાથે લઇ જાવ. 
  • કાઉન્ટર ઓફિસથી ટિકીટ પર પેસેન્જરનું નામ બદલવા માટે કહો. 


ફેમિલી મેમ્બરને પણ ટ્રાન્સફર કરી શકો છો ટિકીટ 
IRCTCના નવા નિયમો પ્રમાણે હવે તમે તમારા ફેમિલી મેમ્બરને પણ ટ્રાન્સફર કરી શકો છો. એના માટે તમારે ટિકીટની પ્રિન્ટ આઉટ સાથે નજીકના રિઝર્વેશન ડેસ્ક પર જઇને તમારું આઇડી પ્રૂફ દેખાડવું પડશે અને જે વ્યક્તિને તમારે તમારી ટિકીટ ટ્રાન્સફર કરવા ઇચ્છો છો એની સાથે બ્સડ રિલેશનનું પ્રૂફ પણ તમારે દેખાડવું પડશે. ત્યારબાદ કાઉન્ટર ઓફિસર તમને ટિકીટ ટ્રાન્સફર કરી દેશે.