newsdog Facebook

જાણીતા નેતાની દીકરીએ સૈફ સાથે લગ્ન કરવા બદલ્યો હતો ધર્મ, લાગ્યા હતા ગંભીર આરોપ

Sandesh 2019-02-09 11:34:00

80નાં દશકની બોલ્ડ અને આકર્ષક અભિનેત્રી અમૃતા સિંહ આજે પોતાનો 62મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પણ બોલીવુડમાં એન્ટ્રી કરી ચુકી છે. અમૃતા સારા સાથે જોવા મળતી હોય છે. અમૃતા જાણીતી પોલિટિશિયન રૂખસાના સુલ્તાનની દીકરી છે. રૂખસાના સુલ્તાન ઇન્દિરા ગાંધીનાં દીકરા સંજય ગાંધીનાં નજીકનાં વ્યક્તિઓમાંથી એક હતી. અમૃતા પોતાના જમાનામાં બિંદાસ્ત જિંદગી જીવવા માટે જાણીતી હતી. આ ઉપરાંત તે પોતાના અફેરની ચર્ચાઓને લઇને પણ ચર્ચામાં રહેતી.

જ્યારે અમૃતાએ સૈફને પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યો હતો…

અમૃતા સિંહનું નામ સની દેઓલ, રવિ શાસ્ત્રી, વિનોદ ખન્ના અને સૈફ અલી ખાન સાથે જોડાયું હતુ. અમૃતા સિંહ એક ફિલ્મનાં મુહૂર્ત સેટ પર સૈફ અલી ખાનને પહેલીવાર મળી હતી. કેટલાક દિવસ પછી સૈફે અમૃતાને ફોન કરીને ડિનર પર જવાનું પુછ્યું અને અમૃતાએ ના કહી દીધી. ત્યારબાદ અમૃતાનો જે જવાબ આવ્યો તે સૈફે સપાનામાં પણ વિચાર્યો નહોતો. અમૃતાએ કહ્યું કે, ‘હું ડિનર કરવા બહાર નથી જાતી, પરંતુ તમે ડિનર કરવા મારા ઘરે આવી શકો છો.’ ત્યારબાદ સૈફ અમૃતાનાં ઘરે પહોંચ્યો હતો.

વર્ષ 1991માં બંનેએ ઇસ્લામ ધર્મ પ્રમાણે લગ્ન કર્યા

એકબીજાને કેટલાક સમય સુધી ડેટ કર્યા બાદ સૈફ અને અમૃતાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. અમૃતા સિંહ સૈફ કરતા 12 વર્ષ મોટી હતી, પરંતુ ઉંમરનો તફાવત બંને વચ્ચે નહોતો આવ્યો. વર્ષ 1991માં બંનેએ ઇસ્લામ ધર્મ પ્રમાણે લગ્ન કરી લીધા. લગ્ન પહેલા અમૃતાએ પોતાનો ધર્મ બદલ્યો હતો. પરિવારને સંભાળવા માટે તેણે 1993માં ફિલ્મો છોડી દીધી હતી. 

અત્યારે અમૃતા સિંહ સારા અલી ખાન સાથે એકલી રહે છે

અમૃતા અને સૈફનાં બે બાળકો થયા. દીકરી સારા અને દીકરો ઇબ્રાહિમ. લગ્નનાં થોડાક સમય બાદ બંનેનાં સંબંધો બગડ્યા. સૈફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે અમૃતા સિંહ તેને ઘરની બહાર નીકાળી દેતી હતી. એટલું જ નહીં સૈફે તેના પર ગાળો બોલવાનો અને શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. 2004માં બંનેએ તલાક લીધા. અત્યારે અમૃતા સિંહ સારા અલી ખાન સાથે એકલી રહે છે.