newsdog Facebook

અકલ્પનીય ઘટના, સિંહે હુમલો કર્યો તો યુવકે એવું કારનામું કર્યું કે સિંહના રમી ગયા રામ

Sandesh 2019-02-08 09:26:00

અકલ્પનીય પરંતુ આ સમાચાર સો ટકા તમને અવાક કરનારા છે. એક ટ્રાયલ રનર એ સિંહ એ મારી નાંખ્યો અને તે પણ કોઇપણ પ્રકારના હથિયાર વગર. આ ઘટના અમેરિકાના કોલોરાડો રાજ્યથી છે. પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે સિંહનું મોત શ્વાસ રૂંધાવાથી થયું છે. આવો તો આ અંગે આપને વિગતે જણાવીએ.

કોલોરાડો પાર્કના અધિકારીઓએ કહ્યું કે સોમવારના રોજ હૉર્સટૂથ માઉન્ટેન ઓપન સ્પેસમાં એક યુવક ફરવા નીકળ્યો હતો. યુવકને લાગ્યું કે તેનો કોઇ પીછો કરી રહ્યું છે. જેવું તેને પાછળ ફરીને જોયું કે પહાડી સિંહે પંજો માર્યો. સિંહે યુવકના ચેહરા અને હાથ પર પંજાથી હુમલો કર્યો. પોતાને બચાવા માટે યુવકે સંપૂર્ણ જોર લગાવ્યું અને તેની ડોકને પકડી લીધી. આ જંગમાં સિંહનું શ્વાસ રૂંધાવાથી મોત થયું. પોસ્ટમોર્ટમમાં પણ આ વાતની પુષ્ટિ થઇ.

કોલોરાડો પાર્કના રીજનલ મેનેજર માર્ક લેસ્લી એ કહ્યું કે સિંહના હુમલાથી એ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે પરંતુ તે ખતરાથી બહાર છે. એટલું જ નહીં સિંહે હુમલો કર્યા બાદ તે કોઇપણ રીતે પોતાની કાર સુધી પહોંચી ગયો અને પોતે કાર ચલાવી નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો.

પાર્કના અધિકારીઓનું કહેવું છે કે સિંહ હજુ બાળક છે અને તેનું વજન 36 કિલોગ્રામ છે. કોલોરાડો પાર્ક અને વાઇલ્ડલાઇફના પ્રવકતાના મતે સિંહના પોસ્ટમોર્ટમ સહિત વધુ તપાસ બાદ અમે એ વાતની પુષ્ટિ કરીએ છીએ કે યુવકે સિંહને પોતાનો બચાવ કરતા મારી નાંખ્યો છે.