newsdog Facebook

શું તમારા ફોનની બેટરી વારંવાર ઉતરી જાય છે? કરો ફક્ત આટલું કામ સ્પીડ વધી જશે

Sandesh 2019-02-07 15:50:00

સ્માર્ટફોન વીના આપણે આપણા જીવનને જાણે કે કલ્પીજ ન શકીએ. આપણે રોજ બરોજ ફોનનો ઉપયોગ કરતા થયા છીએ. ફોન હવે આપણા માટે કોઈ લક્ઝરી કે રોયલ વસ્તુ વ રહેતા રોજ બરોજની જીવન જરૂરિયાત બની ગયો છે. હાલતો એવા હાલ છે કે શાકભાજીથી લઈને કામવાળા સુદ્ધા છુટથી ફોનનો ઉપયોગ કરે છે રહેલી કસર જિયોએ પૂરી કરી નોખી ટેલીકોમ ક્ષેત્રે ક્રાંતિ આવતા આપણે એ હદે ફોનનો ઉપયોગ કરતા થયા છીએ કે આપણી પાસે બીજો કોઈ ટાઈમ હોય કે ન હોય ફોનવીના ચાલતું નથી.

રોજબરોજ આપણે આપણા ફોનથી વાતચીત જ નથી કરતા ઓનલાઈન શોપિંગ કે પછી ક્યારેક ગેમ પણ રમતા હોઈએ છીએ અને આમાં કશું ખોટુ પણ નથી. ક્યારેક આપણે ફરિયાદ કરીએ છીએ કે ફોનની બેટરી ખુબજ જલ્દી ઉતરી જાય છે અથવાતો ફોનને વારંવાર ચાર્જ કરવો પડે છે અથવાતો ફોન ખુબજ સ્લો થઈ ગયો છે કે ચાલતો નથી.

સમયની સાથે તાલ મીલાવવા જો તમે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરો તો તમને માત્ર થોડી ક્ષણોમાંજ માહિતીનો ઢગલો થઈ જાય છે. નવી નવી જગ્યા કે ફરવાના શોખિન હોતો તમને તે સ્થળની માહિતી મળી જાય છે. આપણે આપણા ફોનમાં એવી ઢગલા બંધ એપનો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરતા રહીએ છીએ.

આપણા ફોનની સ્પીડ આ કારણે ઘણીવાર ઘટી જતી હોય છે. આપણે રોજ રોજ નવી હાઈ પરફોર્મસ બહેતર અને શાનદાર ગ્રાફીક્સવાળી એન્ડ્રોઈડ ગેમ્સ ડાઉનલોડ કરી સ્માર્ટફોનની સ્પીડ ઘટાડી દે છે. જરૂરી નથી કે તમે નવા નવા ફોન ખરીદો સમયાંતરે તમારા ફોનમાં બીન જરૂરી ડેટા પડ્યો રહેતો હોય જેની કોઈ જરૂર જ ન હોય તેને હટાવો આવુ કરશો તો તમારી ફોનની સ્પીડ વધી જશે.

કેટલીક એપ્સને હટાવી દો અથવાતો અનઈન્સ્ટોલ કરવાથી સ્પીડ અને બેટરી લાઈફ પણ વધી જતી હોય છે.

આ ખુબજ સરળ સ્ટેપથી ફોનની સ્પીડ વધારો

સ્ટેપ-1 ફોનના સેટિંગ્સમાં જાવ મેમરી પર ટેપ કરો.
સ્ટેપ-2 તમને જોવા મળશે કે ક્યુ કન્ટેન્ટ વધારે મેમરી વાપરી રહ્યુ છે. આ યાદીમાં ઈન્ટરનલ સ્ટોરેજ પણ દેખાય છે.
સ્ટેપ-3 મેમરી ટેપ કરવાથી મેમરી યૂઝ્ડ બાઈ એપ્સમાં જશે
સ્ટેપ-4 હવે જે યાદી દેખાશે App Usage of RAM 4 ભાગમાં 3 કલાક, 6 કલાક, 12 કલાક અને 1 દિવસમાં જોવા મળશે.

આની મદદથી તમે જાણી શકશો કે કઈ એપ કેટલા રેમનો ઉપયોગ કરે છે. આ યાદીમાં જોઈને તમે બીન જરૂરી એપને હટાવી લેશો આ રીતે તમે તમારા સ્માર્ટફોનની પ્રોસેસિંગ સ્પીડ વધારી શકશો.