newsdog Facebook

સાબરકાંઠાઃ 17 દિવસથી યુવતીની લાશ પડી છે ફ્રિઝરમાં, પરિવારે કર્યો ગંભીર આરોપ

Gujarati News 18 2019-01-18 16:26:17
બનાસકાંઠાના પાંચમહુડા ગામે છેલ્લા 17 દિવસથી એક યુવતીની લાશના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા નથી
ઇશાન રૂપાલી, સાબરકાંઠા

બનાસકાંઠાના પાંચમહુડા ગામે છેલ્લા 17 દિવસથી એક યુવતીની લાશના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા નથી, આ પાછળનું કારણ પરિવારજનો અને પોલીસ વચ્ચે આક્ષેપબાજી છે. અંતિમસંસ્કાર વગર યુવતીની લાશ 17 દિવસથી બરફમાં મૂકી રાખવામાં આવી છે.

અહીં ક્લિક કરી વાંચો દિલ્હીની આ હૉટ અભિનેત્રી પહેલાં પત્રકાર બનવા માંગતી હતી

પ્રાપ્ત વિગત પ્રમાણે પાંચમહુડા નજીક ખેડબ્રહ્મા પાસેથી 17 દિવસ પહેલા એક યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. એ સમયે પોલીસે પ્રાથમિક વિગતો નોંધી યુવતીએ આત્મહત્યા કરી હોવાનું સમજી કાર્યવાહી શરૂ કરી હતી. જો કે આ દરમિયાન યુવતીના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો અને પોલીસને જણાવ્યું કે તેમની દીકરીની હત્યા કરાઇ છે, પોલીસે યુવતીના પરિવારજનોની વાત અંગે પણ તપાસ કરી પરંતુ હત્યા અંગે કોઇ પગેરું મળ્યું નહીં.પરિવારજનોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

બીજી બાજુ યુવતીના પરિવારજનોએ યુવતીની હત્યા થયાનો આરોપ લગાવ્યો અને માગણી કરી કે તાત્કાલિક હત્યારાઓને પકડી પાડવામાં આવે. સાથે જ આરોપ લગાવ્યો કે પોલીસ હત્યાની ઘટનાને આત્મહત્યામાં ખપાવવા માગે છે. જ્યારે સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે. પરિવાર પોતાના નિર્ણય પર મક્કર રહી 17 દિવસથી યુવતીના અંતિમસંસ્કાર કર્યા નથી.