newsdog Facebook

સેન્સેક્સ 12 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 10,900ની પાર

Sandesh 2019-01-18 16:32:00

દિવસ દરમિયાન લાલ નિશાન પર કારોબાર કરનાર અંતિમ સમયમાં થયેલી લેવાલીના કારણે ભારતીય શેર બજાર કારોબારી સપ્તાહના અંતિમ દિવસે લીલા નિશાન પર આવવા સફળ રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સેચેન્જના બીએસઈમાં 12.53 પોઈન્ટ સાથે 36386 અંકો પર કામયાબ રહ્યો છે.

સેન્સેક્સમાં દિવસ દરમિયાન 36224નું નિમ્ન સ્તર પર રહ્યુ હતુ. બીએસઈમાં એનર્જી, આઈટી અને ઓયલ એન્ડ ગેસને બાદ કરતા તમામ સેક્ટોરિટલ ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ રહ્યા છે. બીએસઈના મિડકેપમાં 118 પોઈન્ટનો કડાકો સાથે 15023ના સ્તર પર બંધ થયો છે. સ્મોલકેપ 106 પોઈન્ટના કડાકા સાથે 14,504ના સ્તરે બંધ થયો છે.

આવો રહ્યો નિફ્ટીનો હાલ

નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી પાવર સેક્ટરમાં લેવાલીના કારણે 10900ની સ્તર પર રહ્યો. 50 શેરોવાળા સંવેદી સુચકાંકમાં દિવસભર કારોબારમાં 2 અંકોના ઉછાળા સાથે 10,907 પોઈવ્ટ પર બંધ થયો. નિફ્ટીમાં 16 શેરો લાલ નિશાન પર 34 શેરો લીલા નિશાન પર બંધ થયા. આઈટીને છોડીને તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં કડાકો બોલ્યો હતો. મિડકેપ 50માં 46 ટકાનો કડાકો જોવા મળ્યો હતો જે 4853 પોઈન્ટ પર બંધ થયો છે. સ્મોલકેપ 50માં 1.16 ટકાના કડાકા સાથે 3117 પોઈન્ટ પર બંધ થયો છે.