newsdog Facebook

વિશ્વની સૌથી મોંઘી આ 5 વસ્તુના માલિક છે મુકેશ અંબાણી! જે દુનિયામાં કોઈની પાસે નથી

Gujju Rocks 2019-01-16 12:47:51


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ફક્ત ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ નથી પણ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ પણ છે. આશરે 43.2 અબજ ડોલરની નેટવર્થ સાથે, અંબાણી ગયા વર્ષે ફોર્બ્સ ઇન્ડિયાની રિચ લિસ્ટમાં સતત 11માં વર્ષે પણ નંબર એક પર જ હતા. અહીં ધ્યાને લેવા જેવી વાત એ છે કે વર્ષ 2018માં, તેમની નેટવર્થમાં 3.1 બિલિયન ડોલરનો વધારો થયો હતો જે લગભગ 21,754 કરોડ રૂપિયા બરાબર છે.

ગયા વર્ષે, મુકેશ અંબાણી અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડીને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા. ડિસેમ્બર 2018 માં, અંબાણીની નેટવર્થ 43.2 બિલિયન ડોલર હતી. જાણો મુકેશ અંબાણી વિશ્વની કઈ સૌથી મોંઘી વસ્તુઓની માલિકી ધરાવે છે.

એન્ટિલિયા: આ 27 માળની ઇમારત, લગભગ બે અબજ ડોલરની કિંમતે બાંધવામાં આવી છે, જે મુકેશ અંબાણીનું ઘર છે અને તે વિશ્વની બીજી સૌથી મોંઘી રહેણાંક મિલકત છે. બકિંગહામ પેલેસ પછી તેનો નંબર આવે છે. આ (એન્ટિલિયા) વિશ્વની સૌથી મોંઘી ખાનગી રહેણાંક મિલકત છે.
આ ઘરમાં, લગભગ 600 લોકોનો સ્ટાફ કામ કરે છે, જે 24 કલાક માટે ઘરની સંભાળ રાખે છે. આ મકાનમાં હેલ્થ સ્પા, એક સલૂન, એક બૉલરૂમ, 3 સ્વિમિંગ પૂલ, યોગ અને ડાન્સ સ્ટુડિયો છે. આ ઇમારતની શરૂઆતના 6 માળ પાર્કિંગ માટે બનાવવામાં આવ્યા છે. આ ઘરમાં એક ખાનગી થિયેટર અને સ્નો રૂમ પણ છે.

એરબસ 319 જેટ: મુકેશ અંબાણી પાસે એરબસ 319 કોર્પોરેટ જેટ છે. આ વિમાન 25 મુસાફરોને લઇ જવા સક્ષમ છે. આ વિમાનમાં એક મોટું એન્ટરટેનમેન્ટ કેબિન, લક્ઝરી સ્કાય બાર અને ફેન્સી ડાઇનિંગ એરિયા છે. તેની અંદાજિત કિંમત 100 મિલિયન ડોલર છે.

આ જેટમાં લેધર સીટિંગ, એર કંડિશન અને ખાસ કોકપીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબાણી પાસે આ ઉપરાંત, બે અન્ય ખાનગી વિમાનો બોઇંગ બિઝનેસ જેટ -2 અને ફાલ્કન 900EX પણ છે.

BMW 760Li: મુકેશ અંબાણી BMW 760Li કારમાં મુસાફરી કરે છે, જે બુલેટ પ્રૂફ કાર છે. તેમાં બોર્ડ કોન્ફરન્સ સેન્ટર, લેપટોપ અને ટીવી સ્ક્રીન છે. મુકેશ અંબાણી બધે આ કારથી જ ફરે છે.

આ કારની બેઝ પ્રાઇસ 300,000 ડોલર છે, પરંતુ તેની આર્મર્ડ આવૃત્તિની કિંમત 1.4 મિલિયન ડોલર છે. મુકેશ અંબાણીની આ બીએમડબ્લ્યુ કાર મુંબઈની સૌથી મોંઘી કાર રજીસ્ટ્રેશનમાની એક છે, તેમજ કોઈપણ ભારતીય દ્વારા રાખવામાં આવતી સૌથી મોંઘી કાર છે.

યાટ: મુકેશ અંબાણી એક યાટની પણ માલિકી ધરાવે છે. તેની કિંમત 1 મિલિયન ડોલરથી વધુ છે. 58 મીટર લાંબી અને 38 મીટર પહોળી, આ યાટમાં સોલાર ગ્લાસની છત છે.

તેમાં ત્રણ ડેક છે જે પિયાનો બાર, લાઉન્જ અને ડાઇનિંગ એરિયા જેવી બધી સુવિધાઓથી સજ્જ છે, જેમાં મહેમાનો માટે વ્યક્તિગત સ્યૂટ અને રીડિંગ રૂમનો સમાવેશ થાય છે. આ સમુદ્રમાં એક વૈભવી ઘર જેવી સુવિધા આપે છે.

મૈબેક 62: મુકેશ અંબાણી એ ભારતમાં એકમાત્ર વ્યક્તિ છે જેણે તેમની પત્ની માટે મેબેક 62 ખરીદી છે. મુકેશ અંબાણીએ આ કારને તેમની પત્નીને જન્મદિવસની ભેટમાં આપી હતી. આ કારની મહત્તમ ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાકની છે.

આ કાર ફક્ત 5.4 સેકંડમાં 0 થી 100 કિ.મી.ઈ સ્પીડ પકડી શકે છે. એક મિલિયન ડોલરથી વધુ કિંમતની આ કાર અંબાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે. આ કાર સિવાય, અંબાણી પાસે એસ્ટોન માર્ટિન, મર્સિડીઝ એસ ક્લાસ અને અન્ય વૈભવી કાર પણ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.