newsdog Facebook

VIDEO: યુજવેન્દ્ર ચહલ ઓસ્ટ્રેલિયામાં 6 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય સ્પિનર બન્યો

Zee News Gujarati 2019-01-18 14:04:49
photo (IANS)

નવી દિલ્હીઃ જો તમે કોઈ ટીમમાં સામેલ હોવ, પરંતુ અંતિમ ઇલેવનમાં સ્થાન ન મળે તો તમે ઘણીવાર નિરાશ થાવ અને ગુસ્સો પણ આવે છે. યુજવેન્દ્ર ચહલ પણ એક સપ્તાહથી આ મનોદશામાંથી પસાર થઈ રહ્યો હતો. જેવી તેને ત્રીજી વનડે મેચમાં તક મળી તો તે ભૂખ્યા સિંહની જેમ દુશ્મનો પર તૂટી પડ્યો હતો. તેણે પોતાના 10 ઓવરના સ્પેલમાં 6 વિકેટ ઝડપી હતી. આ સાથે તે વનડે સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર પર બની ગયો છે. 

હરિયાણાના ગેલ સ્પિનર યુજવેન્દ્ર ચહલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડેમાં 42 રન આપીને છ વિકેટ ઝડપી હતી. તેણે સૌથી પહેલા શોન માર્શને સ્ટંપ આઉટ કરાવ્યો હતો. પછી ઉસ્માન ખ્વાજાને કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો. સ્ટોઇનિસ તેનો ત્રીજો શિકાર બન્યો હતો. 

ચહલના આગામી ત્રણ શિકાર ઝાય રિચર્ડસન, પીટર હૈંડ્સકોમ્બ અને એડમ ઝમ્પા બન્યા હતા. તેણે રિચર્ડસનને કેચ આઉટ કરાવ્યો હતો. પછી હૈંડ્સકોમ્બને એલબી આઉટ કર્યો હતો. ત્યારબાદ તેણે ઝમ્પાને આઉટ કરીને છઠ્ઠી વિકેટ મેળવી હતી. 

Yuzvendra Chahal ripped through the Aussies to claim the equal best-ever ODI figures on Aussie soil with 6-42!#AUSvIND | @toyota_aus pic.twitter.com/Jf4gpD5W1i

— cricket.com.au (@cricketcomau) January 18, 2019

યુજવેન્દ્ર ચહલની આ 35મી મેચ છે. આ મેચમાં છ શિકારની સાથે તેની વનડેમાં 62 વિકેટ થઈ ગઈ છે. ચહલે પોતાના આ શાનદાર પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટને તે સંદેશ આપ્યો કે, તેને ટીમમાંથી બહાર રાખવો સરળ નથી. અંતિમ ઇલેવનમાં તેનો મુકાબલો કુલદીપ યાદવ અને જાડેજા સાથે રહે છે. કુલદીપ ચાઇનામેન બોલર હોવાને કારણે તે ટીમની પસંદ બની જાય છે. જાડેજાને ઓલરાઉન્ડર હોવાનો ફાયદો મળે છે.