newsdog Facebook

#INDvAUS : મેલબર્નમાં વિકેટની સિક્સર સાથે ચહલે આ રેકોર્ડની કરી બરાબરી

Mantavya News 2019-01-18 13:25:07

મેલબર્ન,

મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલની ફિરકીમાં ફસાઈ જતા ૨૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગયા છે.

ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમે પ્રથમ ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય એક તબક્કે યોગ્ય પુરવાર થયો છે.

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ચહલે માત્ર ૪૨ રન આપીને ૬ વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે જ ભારતીય સ્પિનરે ઓસ્ટ્રેલિયાની ધરતી પર બેસ્ટ બોલિંગ કરવાના મામલે પોતાના જ હમવતની ઝડપી બોલર અજીત અગરકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

આ પહેલા વર્ષ ૨૦૦૪માં મેલબર્નમાં અજીત અગરકરે ૪૨ રન આપીને ૬ વી કેટ ઝડપી હતી.

આ ઉપરાંત યુજ્વેન્દ્ર ચહલે આં શાનદાર પરફોર્મન્સ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે એક ભારતીય સ્પિનર તરીકે સર્વશ્રેષ્ઠ બોલિંગનો એક રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા વર્ષ ૧૯૯૧માં પર્થ ખાતે રમાયેલી વન-ડેમાં ૧૫ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી.