newsdog Facebook

WhatsAppએ ફેસબુકને આપી માત, આ છે ભારતની ટૉપ 10 એપ્સ

Sandesh 2019-01-18 13:15:00

પોપ્યુલર મેસેજીંગ એપ WhatsApp ભારતમાં ટૉપ પર પહોંચી ગઈ છે. WhatsApp ભારતમાં સૌથી વધુ ઉપયોગ કરનાર એપ છે. આ વાતનો સ્વાકાર એક રિપોર્ટમાં કરવામાં આવેલ છે. WhatsApp પછી Facebook, Shareit, ફેસબુક મેસેન્જર અને Truecaller એપ્સ ભારતમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.

એનાલિટિક્સ ફર્મ App Annieના એક રિપોર્ટ અનુસાર આ માહિતી સામે આવી રહી છે. ભારતમાં WhatsApp પર એક્ટિવ યૂજર્સની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ એક્ટીવ યૂઝર્સની સંક્યા સૌથી વધુ ફેસબુકની રહી છે. એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ પર સૌથી વધુ એક્ટીવ યૂઝર્સ આ બંને એપ્સ પર જ વધુ છે. ત્યારબાદ બીજા નંબર પર ફેસબુક અને ત્રીજા નંબર પર Shareit રહ્યુ. આ રિસર્ચમાં ટૉપ 10 એપ્સમાં 10 કંપનીઓ અને 10 ગેમ્સની યાદી પણ આપેલ છે.

ભારતમાં ઉપયોગમાં રેહનાર ટૉપ 10 એપ્સ

ફેસબુકની માલિકીવાળા WhatsAppએ ફેસબુક એક્ટીવ યૂઝર્સના મામલે માત આપી છે. આ યાદીમાં પહેલા નંબર પર WhatsApp છે. ત્યારબાદ ફેસબુક, Shareit, ફેસબુક મેસેન્જર અને Truecaller, એમએક્સ પ્લેયર. યૂસી બ્રાઉઝર, ઈન્સ્ટાગ્રામ, એમેઝોન અને પેટીએમ રહ્યા છે.

ટૉપ સોશિયલ એપ્સની કેટેગરીમાં WhatsApp સૌથી આગળ રહ્યુ છે. આ યાદીમાં ત્યારબાદ Instagram, Facebook, ફેસબુક મેસેન્જર અને IMO રહ્યા. ભારતમાં ગયા વર્ષે સોશિયલ કમ્યુનિકેશન એપમાં 40%નો ગ્રોથ થયો છે. ગયા વર્ષે દુનિયાભરના કન્ઝ્યુમર એપ્સ પર 101 અરબ ડૉલર ખર્ચ કર્યો હતો, જે 2016 અનુસાર 75 ટકા વધારે છે.