newsdog Facebook

સીઆેએની સુપ્રીમ કોર્ટમાં ભલામણ, હાદિર્ક-રાહુલના મામલાની લોકપાલ કરે તપાસ

Aajkaaldaily 2019-01-18 12:03:00

January 18, 2019 at 12:03 pmમહિલાઆેની વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા qક્રકેટરો – હાદિર્ક પંડéા અને કે. એલ. રાહુલનું ભાવિ નક્કી કરવા ભારતીય qક્રકેટ બોર્ડ (બોર્ડ આૅફ કન્ટ્રાેલ ફોર qક્રકેટ ઇન ઇન્ડિયા – બીસીસીઆઇ)માં જલદી લોકપાલની નિમણૂક કરવાની વહીવટકારોની સમિતિની અરજીને સર્વોચ્ચ અદાલતે ગુરુવારે ધ્યાન પર લીધી હતી અને આ કેસની સુનાવણી એક અઠવાડિયા પછી કરવાનો નિર્ણય કર્યો હતો.
આ ઉપરાંત, આ કેસમાં અદાલતના સલાહકાર તરીકે વરિષ્ઠ વકીલ પી. એસ. નરસિંહની નિમણૂક કરી હતી. ન્યાયમૂતિર્ એસ. એ. બોબડે અને ન્યાયમૂતિર્ એ. એમ. સપ્રેની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે વકીલ પી. એસ. નરસિંહ આ પ્રકરણમાં અઠવાડિયા પછી અદાલતના સલાહકારનું કામ સંભાળી લેશે અને ત્યારે અમે તેની સુનાવણી કરીશું.
અગાઉ, વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રûણિયમે આ કિસ્સામાં અદાલતના સલાહકાર બનવાનો ઇનકાર કરતા નરસિંહની નિમણૂક કરાઇ હતી. વહીવટકારોની સમિતિના વકીલ પરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ બે આશાસ્પદ યુવા qક્રકેટરોનું ભાવિ જલદી નક્કી કરવા માટે સર્વોચ્ચ અદાલતે બીસીસીઆઇમાં તાત્કાલિક લોકપાલની નિમણૂક કરવા આદેશ આપવો જોઇએ. કોફી વિથ કરણના ટીવી શોમાં પંડéા અને રાહુલે મહિલાઆે અંગે બીભત્સ ટિપ્પણી કરીને વિવાદ ઊભો કર્યો હતો અને આ સંદર્ભે તેઆેને સસ્પેન્ડ પણ કરાયા હતા.
ભારતીય qક્રકેટ ટીમના સુકાની વિરાટ કોહલી સહિતના અનેક ખેલાડીઆેએ પણ આ બે qક્રકેટરોના મહિલાઆેને લગતા વિવાદાસ્પદ નિવેદનોની ટીકા કરી હતી. આૅસ્ટ્રેલિયાના qક્રકેટપ્રવાસે તાજેતરમાં ગયેલી ભારતીય ટીમમાંથી આ બે qક્રકેટરને સ્વદેશ પાછા બોલાવાયા હતા. આ બન્ને આવતા સપ્તાહે શરુ થનારી ન્યૂ ઝીલેન્ડ સામેની qક્રકેટ શ્રેણીમાં પણ કદાચ રમી નહિ શકે. વહીવટકારોની સમિતિના વડા વિનોદ રાયે આ બે qક્રકેટર પર બે મેચના પ્રતિબંધની ભલામણ કરી હતી, જ્યારે તેમના સાથી ડાયના એદલજીએ બીસીસીઆઇના કાનૂની વિભાગનો અભિપ્રાય માગ્યો હતો.