newsdog Facebook

ચેસ ટુર્નામેન્ટમાં અમદાવાદના નાના ભુલકાઓ બન્યા ચેમ્પિયન

Aajno Yug 2019-01-18 11:52:29

અમદાવાદ,
ગુજરાત રમત ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે યુવાનો જ નહી પણ નાની ઉમરા બાળકો પણ હવે ક્રિકેટ સહિત અન્ય રમતોમાં રુચી દાખવતા થયા છે. હાલમાં જ ગુજરાતના અમદાવાદ શહેરમાં રાજ્ય કક્ષાની અંડર 7 ઇંટર સ્કુલ ચેસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં શહેરની અલગ અલગ સ્કુલોના વિર્ધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં બોયઝ કેટેગરીમાં બોયઝમાં કિઆન શાહ અને ગર્લ્સ કેટેગરીમાં ખનક દેકાવડિયા વિજેતા બન્યા હતા. ગુજરાત સ્ટેટ અન્ડર 7 ઇન્ટર સ્કૂલ ચેસ ટુર્નામેન્ટમાં બોયસની કેટેગરીમાં કિઆન શાહ પ્રથમ અને ગર્લ્સમાં ખનક દેકાવડિયા વિજેતા બની છે. આગામી દિવસોમાં છત્તીસગઢના રાયપુર ખાતે યોજાનારી નેશનલ ટુર્નામેન્ટના સિલેકશન માટે ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસીએસન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સ્ટેટ લેવલના 76 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અન્ડર-7 બોયસની કેટેગરીમાં કિઆન શાહ અને આરવ શાહ 5.5 પોઇન્ટ સાથે અનુક્રમે પહેલાં અને બીજા ક્રમે આવ્યા હતા. જ્યારે વિવાન શાહ, ધ્વૈત શાહ અને દર્શીલ કૃણાલ સુતરીયા અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમે આવ્યા હતા. ગર્લ્સની કેટેગરીમાં ખનક દેકાવડીયા ચાર પોઇન્ટ સાથે પ્રથમ આવી, જ્યારે કિઆરા મહેતા બીજા, રેયા બેન્કર ત્રીજા ક્રમે આવી હતી.
બોયસ કેટેગરીમાં વિજેતાઓના નામ
1. કિઆન શાહ 5.5 પોઇન્ટ
2. આરવ શાહ 5.5 પોઇન્ટ
3. વિવાન શાહ 5 પોઇન્ટ
4. ધ્વૈત શાહ 5 પોઇન્ટ
5. દર્શીલ કૃણાલ 5 પોઇન્ટ
ગર્લ્સ કેટેગરીમાં વિજેતાઓના નામ
1. ખનક દેકાવડીયા 4 પોઇન્ટ
2. કિઆરા મહેતા 3 પોઇન્ટ
3. રેયા બેન્કર 3 પોઇન્ટ
4. આરાધ્યા કોઠારી 3 પોઇન્ટ
5. મનવી મહેશ્વરી 3 પોઇન્ટ