newsdog Facebook

India vs Australia Live: ભારતે ટોસ જીતી બોલિંગ લીધી, ટીમમાં કરાયા ત્રણ ફેરફાર

Abpasmita 2019-01-18 08:00:00
મેલબોર્ન: ત્રીજી વન-ડેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ વિજય શંકર, કુલદિપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ અને અંબાતી રાયડુની જગ્યાએ કેદાર જાધવ રમશે.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ પોતાની પ્લેઈંગ 11માં બે ફેરફાર કર્યા છે. તેમના માટે નેથન લાયનની જગ્યાએ એડમ ઝાંપા અને જેસન બેહરેનડોર્ફની જગ્યાએ સ્ટેનલેક રમશે. ભારત માટે યુવા ઓલરાઉન્ડર વિજય શંકર ડેબ્યુ કરી રહ્યો છે.
ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચ સિરીઝની છેલ્લી મેચ રમશે. ભારત આજે મેચ જીતે તો ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર બાઈલેટરલ સિરીઝ જીતશે. ભારત જીતશે તો ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે સતત ત્રીજી બાઈલેટરલ સિરીઝ હારશે.