newsdog Facebook

INDvsAUS live: ભારતે ટોસ જીતી લીધો પ્રથમ બોલિંગનો નિર્ણય, વિજય શંકર કરશે પર્દાપણ

Zee News Gujarati 2019-01-18 07:35:51
Photo (@cricketcomau)

મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક વનડે મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. વિરાટે ટીમમાં ત્રણ ફેરફાર કર્યાં છે. ઓલરાઉન્ડર વિજય શંકર વનડે ક્રિકેટમાં પર્દાપણ કરશે. તો અંબાતી રાયડૂના સ્થાને કેદાર જાધવને તક આપવામાં આવી છે. કુલદીપ યાદવના સ્થાને યુજવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવ્યું છે. ગત મેચમાં ખર્ચાળ સાબિત થનાર મોહમ્મદ સિરાજને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. 

બંન્ને ટીમ હાલ શ્રેણીમાં 1-1ની બરોબરી પર છે. પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ 34 રને વિજય મેળવ્યો હતો. તો બીજી વનડેમાં ભારતીય ટીમનો 6 વિકેટે વિજય થયો હતો. 

ભારતઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, કેદાર જાધવ, એમએસ ધોની, દિનેશ કાર્તિક, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી.  

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, એલેક્સ કેરી, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, પીટર સિડલ, ઝાયે રિચર્ડસન, એડમ ઝમ્પા, બિલી સ્ટેનલેડ.