newsdog Facebook

પહેલા મરઘી આવી કે ઈંડુ? આખરે વર્ષો જૂનો સવાલ નો જવાબ મળી જ ગયો....જાણો તમે

Gujju Rocks 2019-01-16 12:42:57

સદીઓ થી આ પ્રશ્ન બાળકો, વડીલો અને વિષેશજ્ઞો ને પણ મૂંઝવતો આવ્યો છે કે પહેલા મરઘી આવી કે ઈંડુ? ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન કોઈને પણ જરૂર પૂછવામાં આવ્યો હશે.આ પશ્ન નો પ્રાચિન કાળમાં જ યુનાન ના વિચારકો માં ચર્ચા ચાલી હતી અને કોઈપણ એકમત થયા ન હતા. આ પ્રશ્ન થોડો વિચિત્ર છે. જો જવાબ માં મરઘી કહેવામાં આવે તો, પ્રશ્ન એ ઉદ્દભવે કે જે ઈંડા માંથી મરઘી નીકળી છે તે ક્યાંથી આવ્યું? એવામાં કોઈ સચોટ જવાબ નથી મળતો. પણ જયારે ઓસ્ટ્રેલિયા મા કવિસલૈંડ યુનિવર્સીટી ના વૌજ્ઞાનિકો અને ફ્રાન્સ માં એનઈઈએલ સંસ્થાન ના ક્વોન્ટમ ના ફિઝિક્સ ની મદદથી તેને સાબિત કરી બતાવાનો ખુલાસો કર્યો હતો. ક્વાન્ટમ ફિઝિક્સ ના અનુસાર ઈંડુ અને મરઘી બન્ને જ પહેલા આવ્યા છે. કવિસલૈંડ યુનિવર્સીટી માં એઆરસી સેન્ટર ઓફ ઍક્સીલેન્સ ફોર ક્વાન્ટમ એન્જીનીયરીંગ સિસ્ટમ ના ભૌતિક વિજ્ઞાની જૈકી રોમેરો એ કહ્યું કે ક્વાન્ટમ મેકૅનિક્સ નો અર્થ એ છે કે તે કોઈ નક્કી નિયમિત ક્રમ ના વગર જ થઇ શકે છે. તે કહે છે કે અમારી રિસર્ચ ના અનુસાર આ બંન્ને જ ચીજો પહેલા થઇ શકે છે. તેને અનિશ્ચિતતા ના કારણો નું ક્રમ માનવામાં આવે છે, તેને આપણે દૈનિક જીવનમાં નથી જોતા”.

આવી રીતે કરવામાં આવ્યું રિસર્ચ:
વૈજ્ઞાનિકો એ પ્રયોગશાળામાં આ પ્રભાવ ને જોવા માટે ફોટોનિક ક્વાન્ટમ સ્વીચ નામના એક કોન્ફિગરેશન નો ઉપોયગ કર્યો. રોમેરો એ જણાવ્યું કે ક્વાન્ટમ સ્વીચ ની સાથે આમારા રિસર્ચ માં આ બે ઘટનાઓ નો ક્રમ જેના પર નિર્ભર કરે છે તેને ‘કંટ્રોલ’ કહેવાય છે. કોમ્પ્યુટર નાં બિટ્સ નું ઉદાહરણ લો જેની વૈલ્યુ 0 કે 1 હોય છે. અમારા રિસર્ચ માં જો કંટ્રોલ વૈલ્યુ ‘0’ છે તો ‘બી’ ના પહેલા ‘એ’ આવે છે અને જો કંટ્રોલ વૈલ્યુ એક છે તો ‘એ’ ના પહેલા ‘બી’ હશે.
ક્વાન્ટમ ફિઝિક્સ માં આપણી પાસે સુપરપોઝિશન(એક ની ઉપર બીજી ચીજ ને સ્થાપિત કરવાની પ્રક્રિયા) માં બિટ્સ હોઈ શકે છે. જેનો અર્થ છે કે તેની વૈલ્યુ એક જ સમયમાં 0 અને 1 છે. માટે, એક નિશ્ચિત અર્થ માં અમે કહી શકીયે છીએ કે બિટ્સ ની વૈલ્યુ અપરિભાષિત છે, અને કંટ્રોલ ના નિશ્ચિત વૈલ્યુ ને લીધે જે ઓર્ડર નક્કી કરે છ. આમ કહી શકીયે છીએ કે ‘એ’ અને ‘બી’ ઘટનાઓ ની વચ્ચે અપરિભાષિત ઓર્ડર છે.

એટલે કે એ કહી શકાય છે ‘બી’ ના પહેલા ‘એ’ હોય છે કે ‘એ’ ના પહેલા ‘બી’ હશે. તેમાંથી માત્ર એક જ સત્ય હોઇ શકે છે પણ ક્વાન્ટમ ફિઝિક્સ માં વાસ્તવિકતા અલગ છે. જો આ બંને વિકલ્પ સાચા હોઈ શકે તો આપણને તે મળે છે જેને આપણે અપરિભાષિત અસ્થિર ઓર્ડર(ક્રમ) ના રૂપમાં જાણીએ છીએ. પરિવર્તનની ઘણી સંભાવનાઓ હોય છે પણ આ રૂપાંતરણ અને ધ્રુવીકરણ વિકલ્પ ના પરસ્પર સંબંધ ની પણ એક સીમા હોય છે. રિસર્ચ ના દરમિયાન અમે તે સીમા ને તોડી નાખી અને પછી અમે તે પરિણામ પર પહોંચ્યા છીએ કે ‘એ’ અને ‘બી’ ની વચ્ચે એક અનિશ્ચિત ઓર્ડર છે.

વધી શકે છે કોમ્પ્યુટર ની સ્પીડ:
આ રિસર્ચ એક સિદ્ધાંત નું પ્રમાણ છે, પણ મોટા સ્તર પર તેના વાસ્તવિક ઉપીયોગ થઇ શકે છે, જેમ કે કોમ્પ્યુટર ને વધારે સક્ષમ બનાવવું કે સંચાર માં સુધાર કરવો. રોમેરો એ કહ્યું કે વિયના માં એક રિસર્ચ કરવામાં આવી જેમાં તે પ્રદર્શિત કરવામાં આવ્યું કે એક પ્રકારની ગણના માં આ અનિશ્ચિત ઓર્ડર ના ફાયદા છે, વાસ્તવ માં કોઈ ગણના માં બે કણો નું હોવું આવશ્યક છે પણ ક્વાન્ટમ ની સાથે માત્ર એક જ કણ થી તેને કરી શકાય છે. આ શોધ સોસાયટી ઓફ અમેરિકન ફિઝિક્સ મૈંગેઝીન ફિઝિકલ રીવ્યુ જર્નલ-અમેરિકન ફિઝિકલ સોસાયટી માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.