newsdog Facebook

મહિલાઓ માટે લાવી છે LIC ખાસ યોજના, સુરક્ષા સાથે હવે બોનસ પણ મળશે

Sandesh 2019-01-17 19:19:00

LICની આધાર શિલા યોજના એક એક ગેરીંટી રિટર્ન એંડોસમેન્ટ યોજના છે. આ માર્કેટ સાથે જોડાયેલી યોજના નથી. આ એક જીવન વીમા યોજના લાભની સાથે છે, અથવા એમ કહીં શકાય કે આ યોજનામાં બોનસની સુવિધાનો લાભ પણ તમને મળી શકે છે. LICની આધાર શિલા યોજના તમને એક સમયે સુરક્ષાની સાથે-સાથે બચત કરવાને લઇને પણ પ્રેરણા આપશે. આ યોજનાનો ખાસ લાભ એવી મહિલાઓને થશે કે જેમની પાસે આધાર કાર્ટની સેવા ઉપલબ્ધ હશે.

આ યોજના દ્વારા તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને સહેલાઇથી લાભ મળી રહે તેવા હેતુંને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જો તમે પૉલિસી પાકવાના સમય સુધી હાયત રહેશો એટલેકે જીવીત રહેશો તો તમને એક લેવલ પર નક્કી કરેલી રાશિ મળશે.

LIC આધાર શિલા યોજનાના ફાયદા

મૃત્યુ લાભ: જો પૉલિસી ધારકનું મૃત્યુ પૉલિસી શરૂ થયાનો પ્રથમ પાંચ વર્ષમાં જ થઇ જાય તો, મૃતકના પરિવારને નક્કી કરેલી રકમ આપવામાં આવશે. જો ધારકનું મૃત્યુ પાંચ વર્ષ બાદ અને મેચ્યોરિટી પહેલા થાય તો તેના નૉમિનીને મળતી વીમાની રકમ સાથે લૉયાલ્ટી એડિસન્સની રકમ પણ આપવામાં આવશે.

જેને લાગુ પડતી શરતે કે આમાંથી જે વધું હોય તે

વાર્ષીક પ્રીમિયમના દસ ગણા અથવા મૂળ વીમા રકમના 110%

તેમજ મૃત્યુ લાભ, મૃત્યુ થયા સુધી ભરેલા કુલ પ્રીમિયમના 105%થી ઓછું ન હોવી જોઇએ.

મેચ્યોરિટી લાભ:

જો પૉલિસી ધારક પૉલિસીના નક્કી કરેલા સમય સુધી જીવિત રહે અને નક્કી કરેલા સમય સુધી પ્રીમિયમ ભરે, તો તેમને મેચ્યોરિટીની રકમની સાથે-સાથે લૉયાલ્ટી એડિસન્સની રકમ પણ ચૂકવવામાં આવશે. અહીં મેચ્યોરિટી પર મળવાની રકમનો અર્થ મૂળ વીમા રકમ થાય છે.

લૉયાલ્ટી એડિસન્સઃ જો તમે પૉલિસીમાં પાંચ વર્ષ સુધી બની રહો અને બધાજ પ્રીમિયમ સમયસર ફરી શકો. તો આ યોજના પ્રમાણે પૉલિસી સમય મર્યાદા સુધી મૃત્યુ થવા પર અથવા મેચ્યોરિટી પર તમે લૉયાલ્ટી એડિસન માટે હકદાર બનો છો.

યોગ્યતા માટેની શરતો

વીમા રકમ: ઓછામાં ઓછી 75,000 રૂપિયા, વધારેમાં વધારે 3,00,000 રૂપિયા

પૉલિસી સમય મર્યાદાઃ 10-20 વર્ષ

પ્રીમિયમ ભરવાની સમય મર્યાદાઃ નક્કી કરેલી પૉલિસીની સમય મર્યાદા સુધી

મેચ્યોરિટી માટે ઉમરઃ 70 વર્ષ

પેમેન્ટ ભુગતાન મોડઃ વાર્ષીક, અર્ધ વાર્ષીક અને ત્રીમાસિક અથવા માસિક

આ યોજના અંતર્ગત લાગુ પડતી અન્ય શરતો

રિવાઇવલઃ એવી પૉલિસી કે જે બંધ થઇ ગઇ હોય અથવા પેડ અપ પર ચાલું હોય તેને ફરી રિવાઇવ કરી શકાય છે, પરંતુ તેના માટેની શરત છે કે છેલ્લે ભરેલું પ્રીમિય બે વર્ષનો સમયગાળો હોવો જોઇએ. જેમા માટે પ્રીમિયમની સાથે તેના પર લાગેલું વ્યાજ પણ ભરવાનું હોય છે.

ગ્રેસ પીરિયડઃ નિયમિચ રૂપથી આ તારીખ પર પ્રીમિયમ ભરવું વધારે આવશ્યક છે. જો કોઇપણ કારણોસર તેમે નક્કી કરેલા સમય પર પ્રીમયમ ન ભરી શકો તો LIC દ્વારા તમને વધારાનો સમય પણ આપવામાં આવે છે. આ સમય 30 દિવસથી 15 દિવસનો હોઇ શકે છે.

પેડ અપ વેલ્યુ: જો ગ્રેસ પિરિયડમાં પણ પ્રીમિયન ન ભરી શકાય તો પૉલિસી બંધ થઇ જાય છે. જો ઓછામાં ઓછું ત્રણ વર્ષનું પ્રીમિયમ ભર્યું હોય તો પૉલિસી પેડ અપમાં બદલાઇ જાય છે.

સરેંડર વેલ્યુઃ પૉલિસી ધારક જો ઇચ્છે તો પૉલિસીને સરેંડર પણ કરી શકે છે અને સરેંડર વેલ્યુ પણ મેળવી શકે છે, પરંતુ સરેંડર વેલ્યુ ત્યારે જ મળે કે જ્યારે પૉલિસીના નક્કી કરેલા પ્રીમિયમને ત્રણ વર્ષ સુધી ભર્યું હોય.