newsdog Facebook

કબજિયાતમાં થાય છે અસહ્ય પેટમાં દુખાવો ? તો આ એક જ ઘરગથ્થુ ઉપાય અજમાવીને પેટ દર્દથી મેળવો છૂટકારો !!

Gujju Rocks 2019-01-17 18:49:11

સારા જીવન માટે જોઈએ છે સારું સ્વસ્થ્ય. આ બાબતે એક લોકપ્રિય કહેવત પણ છે, ” હેલ્થ ઈઝ વેલ્થ ” પહેલું સુખ નીરોગી જીવન વગેરે…., મોટાભાગની બીમારીઓ થવાનું કારણ હોય છે અનિયંત્રિત ખાવાની ટેવ, ખરાબ ખોરાકને કારણે, પેટમાં ક્યારેક ક્તારેક અસહ્ય પીડા થાય છે. આ લેખમાં અમે તમને પેટમાં દુખાવા માટે ના ઘરેલું ઉપચાર કહી રહ્યા છીએ.

પેટમાં દુખાવો થવાના ઘણા કારણો હોઇ શકે છે, પરંતુ સામાન્ય રીતે એક મૂળભૂત કારણ અપચો, મળ નું સુકાવું, , ગેસ ના કારણે પેટમાં દુખાવો હોય છે, અથવા વાયુના કારણે પણ કે પછી સતત કબજિયાત રહે તો હોય તો પણ પેટમાં દુખાવો થાય છે. .

પેટમાં દુખાવો દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો :

પેટમાં દુખાવાના હિંગનો ઉપયોગ એ ફાયદાકારક છે. થોડું પાણી સાથે 2 ગ્રામ હિંગ મિક્સ કરો અને પેસ્ટ કરો. આ પેસ્ટને નાભિમાં અને તેની આસપાસ લગાવી દો. અજમાને તવા પર શેકીને એમાં સંચળ મિક્સ કરીને પાઉડર બનાવી એ પાઉડર પાણી સાથે દિવસમાં ત્રણ વાર 2-3 ગ્રામ જેટલો લો, પેટમાં દુખાવો મટી જશે.

જીરાના ને શેકીને 2-3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે દિવસમાં 3 વખત લો. તે ને ચાવીને ખાવાથી પણ ફાયદો થાય છે.

એક ચમચી ફુદીનાનો રસ અને લીંબુનો રસ લો. હવે તેમાં આદુના રસનો અડધો ચમચી અને થોડું સંચળ ઉમેરો ને ઉપયોગમા લો, દિવસમાં 3 વખત આ પ્રયોગ કરો પેટા દર્દમાં રાહત મળશે.

દૂધ વિનાની ચા પીવાને લીધે પણ કેટલાક લોકો પીડામાં રાહત અનુભવે છે.

આદુનો રસ લઈને નાભી ફરતે લગાવવાથી પણ પેટ દર્દમાં રાહત મળે છે.

જો પેટનો દુખાવો એસિડિટી ના કારણે થાય છે, તો પાણીમાં થોડો સોડા ઉમેરી પીવાથી પણ ફાયદાકારક સાબિત થાય છે.
પેટ દર્દ નિવારણ ચૂરણ બનાવો, તેના માટે શેકેલું જીરું, કાળા મરી, સૂંઠ, લસણ, ધાણા, વઘારમાં સૂકા ફુદીનાના પાન, દરેકને સમાન માત્રામાંલઈને બારીક પાવડર બનાવો. તેમાં થોડુંસંચળ ભેળવો. જમ્યા પાછી , ગરમ પાણી સાથે એક ચમચી લો. પેટમાં દુખાવા માટે આ ચૂરણ ફાયદાકારક છે.

એક ચમચી ચોખ્ખા ઘીમાં કોથમીર નો રસ મિક્સ કરી પીવાથી પેટ દર્દમાં રાહત મળશે.

આદુનો રસ અને લીંબુનો રસ એક ચમચી લઈને એમાં થોડી ખાંડ મિક્સ કરીને આ પ્રયોગ દીવસમા 3 વાર કરો, પેટ દર્દમાં રાહત મળશે.

દાડમ પેટ દર્દમાં ખૂબ જ ફાયદાકારક છે. દાડમના દાણા કાઢો અને એમાં થોડું નમક અને સંચળ મિક્સ કરો અને દિવસમાં 3 વાર ખાવ.

પાણીમાં મેથીના દાણા ને પલાળો. અને તેની પેસ્ટ બનાવો. પછી રાત્રે સૂતી વખતે પેટ પર લેપ કરીને સૂઈ જાવ, પેટ દર્દ ગાયબ થઈ જશે.

દૂધમાં ઇસ્બગોલના 4 ચમચીના લઈને પલાળો અને રાત્રે સૂતી વખતે એ પી જાવ, સવારે કબજિયાત મટી જશે ને પેટમાં પણ નહી દુખે.

આયુર્વેદ મુજબ, હિંગ એ દર્દ નિવારક અને પીતવર્ધક હોય છે. છાતી અને પેટ દર્દમાં હિંગનું સેવન ખૂબ જ લાભદાયક છે. નાના બાળકોના પેટમાં દુખાવો હૌય તો , એક ચમચી પાણીમાં થોડી હિંગ મિક્સ કરીને પીવડાવી દો. પછી હિંગને નાભી ફરતે લગાવી દો. થોડી જ વારમાં દર્દ દૂર થઈ જશે.

નો દુખાવો કોઈ ગંભીર સમસ્યાનું કારણ પણ કારણે હોઈ શકે છે. તેથી, પેટ અથવા પેટમાં પીડાની સમસ્યા વધારે થાય તો ડૉક્ટરને મળો અને બધી જરૂરી તપાસ કરાવો,.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.