newsdog Facebook

શિયાળામાં લો વ્હિસ્કી ચા ની ચુસ્કી, વજન કંટ્રોલ સાથે શરદી-ખાંસી થશે દૂર

Vtv News 2019-01-16 11:38:00

સવારની ચા આખા દિવસ માટે એનર્જી ડોઝની જેમ હોય છે, જેના વગર કેટલાક લોકોનો દિવસ શરૂ થતો જ નથી. પરંતુ ચા માં રહેલા કેફિન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ત્યારે આજે અમે તમેન વ્હિસ્કી ટી માટે જણાવવા જઇ રહ્યા છીએ, જે બને છે સામાન્ય ચા ની જેમ જ પરંતુ સ્વાસ્થ્યને કોઇ નુકસાન પહોંચાડતી નથી. 

તમને એવું પણ જણાવી દઇએ કે આ ચા પીવાથી તમને કોઇ નશો થશે નહીં કારણ કે એમાં ઉપયોગ થનારી વ્હિસ્કી નોન અલ્કોહોલિક હોય છે. જો કે એનો સ્વાદ થોડો અલગ હોય છે કારણ કે એમાં ઉપયોગમાં લેવાતી વ્હિસ્કી નોન આલ્કોહોલિક હોય છે. પરંતુ આ સ્વાસ્થ્યને નુકસાનની જગ્યા ફાયદો પહોંચાડે છે. 

ચા બનાવવાની સામગ્રી:
સિંગલ માલ્ટ  2 ચમચી
બ્લેક ટી બેગ  1
પાણી  350 ml
બૂરું ખાંડ સ્વાદાનુસાર
તજ  0.2 ગ્રામ 

બનાવવાની રીત:
ચા બનાવવા માટે તમારે સૌથી પહેલા એક બાઉલમાં 2 ચમચી નોન આલ્કોહોલિક સિંગલ માલ્ટસ 1 બ્લેક ટી બેગ અને તજ નાંખીને મિક્સ કરો. હવે એને ઇન્ફ્યૂઝ કરવા માટે એમાં પાણી નાંખીને 40 મીનિટ સુધી ઢાંકીને રાખો. પછી એને ચમચીથી સારી રીતે મિક્સ કરો. હવે તમે ઇચ્છો તો એમાં બૂરું ખાંડ નાંખીને એને ગળી કરી શકો છો. ત્યારબાદ એમાં બરફના ટુકડા નાંખીને ફ્રીઝમાં ઠંડી થવા રાખી મૂકો અને થોડી વાર બાદ એનું સેવન કરો. 

વ્હિસ્કી ટી પીવાના ફાયદા
શિયાળાની સિઝનમાં ઠંડી હવાના કારણે ખાંસી અને શરદીની સમસ્યા સામાન્ય જોવા મળે છે. વ્હિસ્કીમાં રહેલા ફાયટોકેમિકલ્સ અને અન્ય પોષક તત્વ શરદી-ખાંસી અને બીજા ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. 

જો તમને ઊંઘ ના આવવાની સમસ્યા છે તો દરરોજ સૂતા પહેલા આ ચા નું સેવન કરો. એનાથી તમારી સારી અને ગાઢ ઊંઘ આવશે.

અન્ય ચા માં કેફીનનું પ્રમાણે વધારે હોવાને કારણે એ વજન વધારવાનું કામ કરે છે. પરંતુ આ ચા બિલકુલ ફેટ ફ્રી છે. એવામાં જો તમે વજન કંટ્રોલ કરવા ઇચ્છો છો તો એમાં ચા ને ડાયટમાં જરૂરથી સામેલ કરો. 

આ ચા માં મળી આવતા તત્વ પેટથી જોડાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પરંતુ આ ચા માં રહેલી એન્ટીઓક્સીડેન્ટ તત્વ નર્વસ સિસ્ટમને રિલે્ક્સ કરીને તણાવ અને સટ્રેસ દૂર કરે છે, જેનાથી તમે ડિપ્રેશન જેવી સમસ્યાઓથી પણ બચી શકો છો. 

વ્હિસ્કી ટી માં વિટામીન સી અને એ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટના રૂપમાં કામ કરે છે. એવામાં એનું સેવન ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરીને તમને ઘણી બિમારીઓથી બચાવે છે.