newsdog Facebook

અમિત શાહની સ્વાઈન ફ્લૂની બીમારી પર કોંગ્રેસનું વિવાદિત નિવેદન, ભાજપ ભડક્યો

I Am Gujarat 2019-01-17 15:51:35

1/5અમિત શાહ પર કોંગ્રેસનું વિવાદિત નિવેદન


બેંગ્લુરુઃ કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર અને કૉંગ્રેસ ગઠબંધનને તોડવાની કવાયદમાં ભાજપ નિષ્ફળ સાબિત થયું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂના લીધે એમ્સમાં દાખલ કરાયા. આ બંને અલગ-અલગ વસ્તુઓને જોડતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રસાદે અમિત શાહને લઇ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

2/5બીકે હરીપ્રસાદે કર્યું વિવાદિત નિવેદન


ભાજપ અધ્યક્ષ અમિત શાહની બીમારી પર કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ બીકે હરિપ્રદાસે તેને ‘….નો તાવ’ ગણાવ્યો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો શાહ કર્ણાટક સરકારને અસ્થિર કરવાના પ્રયાસા ચાલુ રાખશે તો તેમને વધુ ગંભીર બીમારીમાંથી ઝઝૂમવું પડી શકે છે. હરિપ્રસાદે કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકારને તોડવા માટે ભાજપ કથિત ઓપરેશન લોટસનો ઉલ્લેખ કરતાં આ નિવેદન આપ્યું.

3/5ભાજપે કોંગ્રેસના રાજકારણ સામે સવાલ


આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે હરિપ્રસાદના નિવેદન પર વળતો જવાબ આપતા ટ્વીટ કરી કે જે રીતે ગંદુ અને ખૂબ જ ખરાબ નિવેદન કોંગ્રેસના સાંસદ બીકે હરિપ્રસાદે ભાજપ અધ્યક્ષ અમિત શાહજીના સ્વાસ્થ્ય માટે આપ્યું છે આ રૉંગ્રેસના સ્તરને દર્શાવે છે. ફ્લૂની સારવાર છે પરંતુ કોંગ્રેસના નેતાઓની માનસિક બીમારીની સારવાર મુશ્કેલ છે.

4/5અમિત શાહે બુધવારે કર્યું હતું ટ્વીટ


આપને જણાવી દઇએ કે અમિત શાહે બુધવારના રોજ ટ્વીટ કરી હતી કે મને સ્વાઇન ફ્લૂ થયો છે, જેની સારવાર ચાલી રહી છે. ઇશ્વરની કૃપા, તમારા બધાનો પ્રેમ અને શુભકામનાઓથી શીધ્ર જ સ્વસ્થ થઇ જઇશ. આ બધાની વચ્ચે ભાજપે શાહની તબિયતની માહિતી આપતી ટ્વિટ કરી, ભાજપ અધ્યક્ષ અમિત શાહની તબિયતમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. ગુરૂવાર સવારે તેમના ચેકઆપ બાદ ડૉકટરે કહ્યું કે તેઓને ઝડપથી હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરાશે.

5/5કોંગ્રેસે કર્ણાટકનું રાજકારણ જોડ્યું


આ બધાની વચ્ચે આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનને તોડવાની ભાજપની કોશિષોને ઝાટકો લાગ્યો છે. કથિત રીતે અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યો એ છેલ્લાં સમયે પગ પાછા ખેંચતા પાર્ટી છોડવાની ના પાડી દીધી. આથી ભાજપનું ઓપરેશન લોટસ નિષ્ફળ થઇ ગયું છે. છેલ્લાં સાત મહિનાની અંદાર બીજી વખત એવું બન્યું જ્યારે કર્ણાટકમાં સરકાર બનાવાની ભાજપની કવાયદ ફેલ થઇ છે. ભાજપ 12 થી 15 કોંગ્રેસ ધારાસભ્યોને રાજીનામું અપાવી સરકાર બનાવાની તૈયારીમાં લાગી ગયું હતું.