newsdog Facebook

સેન્સેક્સે 36370ની સપાટી કુદાવી, નિફ્ટી બે અઠવાડિયાના ટૉચના સ્તરે

Sandesh 2019-01-17 16:10:00

ભારે ઉથલ પાથલ વચ્ચે આજે શેરબજાર બંધ થવામાં કામયાબ રહ્યું છે. નિફ્ટી કેટલાય સેશન્સની મહેનત પછી આજે 10900ની સપાટી પર પહોંચવામાં સફળ રહ્યુ છે. સેન્સેક્સમાં લગભગ 50 પોઈન્ટની તેજી આવી છે. બેન્ક નિફ્ટીમાં 27500ને પાર કરી બંધ થયો છે. પણ મિડકેપ ઈન્ડેક્સમાં આજે લાલ નિશાન પર બંધ થયો છે.

આજના કારોબારમાં સૌથી વધુ તેજી જે શેરોમાં જોવા મળી તેમાં બીપીસીએલ, ગેલ, એક્સિસ બેન્ક, એચસીએલ ટેકનો સમાવેશ થાય છે. જ્યારે સન ફાર્મા, યસ બેન્ક, જી એન્ટરટેનમેન્ટ અને એસબીઆઈના શેરોમાં કડાકો જોવા મળ્યો હતો.

કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 52.79 પોઈન્ટ એટલેકે 0.15 ટકાની તેજી સાથે 36374.08ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં 14.90 પોઈન્ટ એટલેકે 0.14 ટકાની મજબૂતી સાથે 10905.20ના સ્તર પર બંધ થયો છે જેનું સ્તર બે અઠવાડિયાની ટોચના શિખર પર છે.