newsdog Facebook

આ કંપનીના નવા પ્લાનમાં મળશે 120GB FREE ડેટાની સાથે Amazon Primeનું સબ્સક્રિપ્શન

Vtv News 2019-01-16 12:42:00

સાર્વજનિક ક્ષેત્રની કંપની BSNLએ અલગ-અલગ પોસ્ટપેડ પ્લાન જારી કર્યા છે. કંપનીએ 299 રૂપિયા, 499 રૂપિયા અને બીજા અન્ય આકર્ષક પોસ્ટપેડ પ્લાન જારી કર્યા છે, પરંતુ તમામ પ્લાનમાં મળતો ઓછા ડેટાએ યૂઝર્સને નિરાશ કર્યા છે. BSNLએ આ વખતે 798 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન જારી કર્યો છે, જેમાં ગ્રાહકોને 120GB સુધી ડેટા મળશે. BSNLના આ પ્લાનની ટક્કર એરટેલના 799 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનની સાથે થશે. 

એક રિપોર્ટ અનુસાર,  BSNLના નવા પ્લાનમાં ગ્રાહકોને 120GB 2G/3G ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, 100 SMS પ્રતિ દિવસ અને એક વર્ષ માટે એમેઝોન પ્રાઇમની ફ્રી મેમ્બરશિપ મળી રહી છે. જ્યારે એરટેલના પ્લાનમાં 100GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ, 100 SMS પ્રતિ દિવસની સાથે એમેઝોન પ્રાઇમની એક વર્ષની તથા નેટફ્લિક્સની 3 મહિનાની મેમ્બરશિપ મળે છે. 

798 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં BSNL યૂઝર્સને કુલ 120 GB ડેટા મળશે. પહેલા આ ડેટા 2G/3G પર મળતા પરંતુ કંપનીએ તાજેતરમાં 4G નેટવર્ક જારી કર્યુ છે. આશા છે કે જે વિસ્તારોમાં 4G નેટવર્ક છે, ત્યાં કંપનીનું 4G નેટવર્ક સરળતાથી મળે. જોકે આ સિવાય પ્લાનની એક ખાસ વાત ધ્યાન આપવાની છે કે, આ પ્લાન ડેટા કેરી ફોરવર્ડની સુવિધા સાથે નથી આવતો. જેનો મતલબ એમ થાય છે કે, તમારે મહિનામાં 120GB ડેટાનો ઉયયોગ કરવાનો રહેશે.

આ સિવાય 525 રૂપિયાના પ્લાનમાં ડેટા કેરી ફોરવર્ડ કરવાની સુવિધા મળે છે. જોકે  આ સુવિધા માત્ર કોલકાતા સર્કિલમાં મળી છે, બાકીના 19 સર્કિલમાં આ સુવિધા મળતી નથી. તમને જણાવી દઇએ કે, BSNLના 399 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં પણ એમેઝોન પ્રાઇમની ફ્રી મેમ્બરશિપ મળે છે.