newsdog Facebook

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોનને ટક્કર આપવા આવ્યો BSNLનો આ પ્લાન

Sandesh 2019-01-17 15:17:00

જાહેર ક્ષેત્રની ટેલીકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પોતાના ગ્રાહકો માટે નવા બ્રૉડબેન્ડ પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાનને કંપનીએ BB BSNL CUL નામ આપ્યું છે. નવા પ્લાનમાં ગ્રાહકોને 8 Mbpsની સ્પીડની સાથે દરરોજ 1.5 GB ડેટા મળશે. BSNLનો આ પ્લાન દેશભરના બધા સર્કલ્સમાં લાગુ થશે. 30 દિવસની માન્યતાવાળા આ પ્લાનની કિંમત પણ માત્ર 299 રૂપિયા છે. એટલું જ નહીં, કૉલિંગ માટે પણ પ્લાનમાં એક ખાસ સુવિધા આપવામાં આવી છે.

BB BSNL CUL પ્લાનની ડિટેલ્સ

પ્લાનમાં BSNLના નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ (લોકલ+એસટીડી) મળશે અને અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે 300 મફત મિનિટ (લોકલ+એસટીડી) આપવામાં આવશે. આ સિવાય રાતમાં અને રવિવારે અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે. એટલેકે અન્ય નેટવર્ક માટે આપવામાં આવેલી 300 મિનિટ સોમવારથી શનિવાર સુધી સવારે 6.00 થી રાત્રે 10.30 વાગ્યા સુધી ચાલશે.

Enjoy 1.5 GB data per day at 8 Mbps, Unlimited on-net calling and 300 minutes of off-net calling at a mind-blowing price of Rs. 299 only. Hurry, grab the offer now! For more details, Click: https://t.co/0VyCJW5rUN pic.twitter.com/kNBc7yTaZO

— BSNL India (@BSNLCorporate) January 15, 2019


ત્યારબાદ તમે અનલિમિટેડ કૉલિંગ કરી શકશો. આ પ્લાનની જાહેરાત કંપનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. સાથે જ BSNLની સત્તાવાર વેબસાઇટ પર જઇને પણ તમે આ પ્લાનની વિગત જોઇ શકો છો.BSNL તેના 399ના પ્લાનને અપડેટ કર્યો છે. કેમકે આ સમયે સૌથી વધુ ડેટાનો વપરાશ વધી રહ્યો છે. ત્યારે આ પ્લાન ખુબજ સફળ રહેશે.

હાલમાં જ કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે પણ 399 રૂપિયાના પ્લાનની જાહેરાત કરી છે. 74 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3.21GB ડેટા મળશે. આ રીતે અપડેટેડ પ્લાનમાં ગ્રાહકોને કુલ 237.54GB ડેટા મળશે. પહેલા 399 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1GB ડેટા મળતો હતો. આ સિવાય ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી છે.