newsdog Facebook

આ લોકપ્રિય એન્ડ્રોઈડ એપમાં છે વાયરસ, તાત્કાલીક ડિલીટ કરો

Sandesh 2019-01-17 14:32:00

આપણામાંથી મોટાભાગના લોકો એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને કેટલાક લોકો ES File Explorer એપ પોતાના ફોનમાં ડાઉનલોડ કર્યુ હશે, પણ જો આ એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરી હોય અને જો આ એપ તમારા ફોનમાં હશે તો તાત્કાલીક રીતે તેને ડિલીટ કરી દો. આપને જણાવી દઈએ કે ES File Explorer એક સ્ટોરેજ એપ મેનેજર છે.

આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર લાખો લોકોએ ડાઉનલોડ કર્યુ છે. આ એપને લઈને સિક્યોરિટી એજન્સીઓએ કહ્યુ છે કે આ એપ ખાનગી માહિતીને સાર્વજનીક કરી શકે છે. સિક્યોરિટી રિસર્ચર Eliot Aldersonએ ટ્વીટ કરીને કહ્યુ છે કે આ એપ 100,000,000થી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. આ ખુબજ લોકપ્રિય ફાઈલ મેનેજર એપ છે.

જો તમે આ એપ ઓપન કરો છો તો આ નજીકમાં રહેલ કોઈ પણ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકે છે અને આ એપથી કોઈ પણ હેકર તમારો ફોન હેક કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે અને સરળતાથી તમારા ફોનનો ડેટા ચોરી થઈ શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઈએસ ફાઈલ એક્સપ્લોરર HTTP અને 59777 પોર્ટને કનેક્ટ કરી શકે છે. એવામાં સર્વરના માધ્યમથી તમારો ફોન હેક થઈ શકે છે. રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે આ બગ આ એપમાં v4.1.9.7.4 વર્જનમાં હાજર છે. તો તમારા માટે આ યોગ્ય છે કે તમારા ફોનમાંથી આ એપને તાત્કાલીક ડિલીટ કરી દો.