newsdog Facebook

CNBC-TV 18 ના "ઇન્ડિયા બિઝનેસ લિડર્સ એવોર્ડ"માં અરુણ જેટલી આપશે હાજરી

Gujarati News 18 2019-01-17 14:28:19
CNBC
CNBC TV18 હોસ્ટ કરી રહી છે 'ઇન્ડિયા બિઝનેસ લિડર્સ એવોર્ડ (IBLA)' ની 14મી આવૃત્તિ. જેમાં નાણાંમંત્રી અરુણ જેટલી પણ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. આ એવોર્ડનું મુખ્યહેતુ તેવા બિઝનેસ લીડર્સને પુરસ્કૃત કરવાનો હોય છે જે વિકાસની નવી હરણફાળ ભરી તેમના નેતૃત્વના કારણે નવી ઊંચાઇઓ સર કરતા હોય. આ વર્ષે આ મહત્વની ઇવેન્ટ મુંબઇમાં ગ્રાન્ડ Soireeમાં યોજાશે. જેની થીમ રહેશે "લીડર્સ ઓફ ચેન્જ" અને તે દેશના વિકાસશીલ વ્યવસાય અને આર્થિક ઇકોસિસ્ટમ દ્વારા પ્રેરિત રહેશે.

વધુમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમેટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી પણ આ ઇવેન્ટનો ભાગ બનશે. સાથે જ પિયૂષ પાંડે, ગ્લોબલ CCO, ઓગિલ્વી, રામદેવ અગ્રવાલ, એમડી, મોતીલાલ ઓસવાલ ગ્રુપ અને સજ્જન ઝિંદાલ, JSWના ચેરમેનના MD જેવા દિગ્ગજ બિઝનેસમેન આ ઇવેન્ટનો ભાગ બનશે.

કોટક મહિન્દ્રા બેંકના એમડી ઉદય કોટક જ્યૂરી પેનલના ચેરમેન રહેશે. જેમની સાથે હશે નિવૃત્ત ઉદ્યોગકાર હર્ષ મરીવાલા, ચેરમેન- માઇક્રો, રજનીશ કુમાર- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કલ્પના મોરપેરિયા, CEO- JP મોર્ગન ઇન્ડિયા, સંજય નાયર, CEO- KKR ઇન્ડિયા, વાણી કોલા, MD - કલ્લારી કેપિટલ, નિમેશ કંપાની, ચેરમેન- JM ફાઇનાન્શિયલ, રાજીવ મેમાની, EY ઇન્ડિયા ચેરમેન & રિજનલ મેનેજિંગ પાર્ટનર અને ઝેરિન દારૂવાલા, CEO- સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંક પણ આ પ્રતિષ્ઠિત વિજેતાઓનું ચયન કરશે.

એવોર્ડ વિષે વધુ વાત કરીએ તો શેરેન ભાને જે CNBC-TV18 ના મેનેજિંગ ડાયરેક્ટર છે તેમણે જણાવ્યું કે "આ વર્ષે IBLAની 14મી આવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ તેવા વેપારક્ષેત્રના માંધાતાઓને રજૂ કરવાનો છે જેમણે દેશના આર્થિક વિકાસમાં તેમની ઉપલબ્ધિઓથી મોટું યોગદાન આપ્યું હોય" આ ઇવેન્ટની તમામ જાણકારી મેળવવા માટે #leadersofchange અને #CNBCTV18IBLA આ બે હેશટેગ સોશિયલ મીડિયા પર તમે ફોલો કરી શકો છો.