newsdog Facebook

ટાઇપ કરવાની જરૂર નથી, Whatsappમાં બોલીને આવી રીતે મોકલો મેસેજ

Vtv News 2019-01-16 10:31:00

મેસેજ મોકલવા અને ચેટિંગ કરવા માટે Whatsapp નો ઉપયોગ સતત વધી રહ્યો છે. Whatsappમાં તમે ટાઇપ કર્યા વગર, બોલીને પણ પોતાની ભાષામાં મેસેજ મોકલી શકો છો. એટલે કે Whatsappમાં તમારે કોઇને મેસેજ કરવા માટે ટાઇપ કરવાની જરૂર નથી. તમે માત્ર માઇકમાં બોલીને મેસેજ મોકલી શકો છો. Dictation ફીચરની મદદથી તમે ટાઇપ વગર બોલીને પણ મેસેજ મોકલી શકો છો. આ ફીચર Android અને iOs બંને પ્રકારના યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. 

Dictation ફીચર ગૂગલ આસિસ્ટેન્ટ અને Siri જેવા સ્માર્ટ વોઇસ આસિસ્ટન્ટમાં પહેલાથી જ છે. Whatsapp માં આ ફીચર હવે બિલ્ટ ઇન છે. કોઇ પણ યૂઝર કીબોર્ડમાં આપવામાં આવેલા નવા માઇક આઇકન પર ક્લિક કરીને અને બોલીને મેસેજ મોકલી શકે છે. Dictation ફીચર નો ઉપયોગ કરવા માટે યૂઝરને સૌથી પહેલા Whatsapp ખોલવું પડશે. ત્યારબાદ જેને પણ મેસેજ મોકલવાનો છે એની પર ક્લિક કરવું પડશે. 

કોન્ટેક્ટ પર ક્લિક કર્યા બાદ કીબોર્ડ ઓપન કરો જેનો ઉપયોગ તમે મેસેજ ટાઇપ કરવા માટે કરો છો. એન્ડ્રોઇડ મોબાઇલ રાખનાર Whatsapp યૂઝરને કાળા રંગનું માઇક કીબોર્ડના ઉપરના ભાગમાં મળી જશે. જ્યારે iOS યૂઝર્સ માટે આ માઇક ઓપ્શન નીચે જમણી તરફ આપવામાં આવ્યું હશે. મેસેજ મોકલવા માટે માઇક પર ક્લિક કરો અને જે મેસેજ મોકલવાનો છે એ બોલ. જેવું તમે તમારી ભાષામાં મેસેજ બોલશો, એ જાતે જ ટાઇપ થતો જશે. હવે તમે સેન્ડ બટન પર ક્લિક કરીને મોકલી દો. 

Whatsapp યૂઝર આ મેસેજને મોકલતા પહેલા એડિટ પણ કરી શકો છો. આ ફીચર ત્યારે ઉપયોગી થાય છે જ્યારે તમારે લાંબો મેસેજ મોકલવાનો હોય છે.