newsdog Facebook

બાઈકમાં પ્રૅશર હોર્ન અને મૉડિફાઈડ સાયલન્સર લગાવ્યું છે તો ચેતી જજો નહીંતર પસ્તાશો

Vtv News 2019-01-15 14:54:00

જો તમે તમારી બાઈકમાં પ્રેશન હૉર્ન અથવા વધુ અવાજ કરનારા મૉડિફાઈડ સાઇલેન્સર લગાવ્યુ છે તો ચેતી જજો નહીંતર તમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. 

હકીકતમાં રસ્તાઓ પર હૉર્નથી વધારે અવાજ કરનારી મોટરસાઈકલ્સ પર કડક વલણ અપનાવતા દિલ્હી હાઈકોર્ટે સોમવારે પોલીસને નિર્દેશ આપ્યો કે તે ટુ-વ્હીલરમાંથી વધુ પડતાં અવાજ કરનારા પ્રૅશર હૉર્ન અને મૉડિફાઈડ સાઇલેન્સર હટાવવા માટે પ્રસ્તાવિત પગલાઓની જાણકારી આપે. 

મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ વી.કે રાવની પીઠે દિલ્હી પોલીસને પૂછ્યું કે ટુ-વ્હીલર પર પ્રેશર હૉર્ન અને જોરથી અવાજ કરતા સાઈલેન્સર લગાવવાની પરમિશન છે કે નહીં. 

જજોની બૅન્ચે કહ્યું કે દિલ્હી પોલીસને કોર્ટને આ વિશે જાણકારી આપવાનો નિર્દેશ આપવામાં આવે છે કે પ્રેશર હૉર્ન અને મૉડિફાઈડ સાઈલેન્સરને ટુ-વ્હીલર વાહનો અને ખાસ કરીને મોટરસાઈકલ્સમાં લગાવવાની અનુમતિ છે કે નહીં. અને આ હટાવવા માટે કેવા પ્રકારના પગલા લઈ શકાય તેની પણ પોલીસ જાણકારી આપે. 

પીઠે કહ્યું કે જો સુનાવણીની આગામી તારીખ પહેલાં જાણકારી નહીં મળે તો કોર્ટ યોગ્ય નિર્દેશ આપશે. કોર્ટે આ મામલામાં આગળની સુનાવણી માટે 24 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. કોર્ટે NGO જસ્ટિસ ફૉર રાઈટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અરજી પણ સુનાવણી કરી હતી.