newsdog Facebook

સેન્સેક્સમાં 85 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 10915ની સપાટી પર

Sandesh 2019-01-17 10:11:00

ગ્લોબલ સંકેતો પર નજર નાખીએ તો એશિયાઈ બજારોમાં આજે મીશ્ર શરૂઆત થઈ હતી. બેન્કીંગ કંપનીઓના શાનદાર પરિણામને લઈને અમેરિકી બજારમાં કાલે સુધારા સાથે બંધ થયો હતો. ગઈ કાલના કારોબારમા ગોલ્ડમેન સૈક્સમાં 10 વર્ષનો સૌથી મોટો ઉછાળો થતા તેજી જોવા મળી હતી.

ગઈ કાલના કારોબારમાં એસએન્ડપી 500 અને નૈસ્ડેક લીલા નીશાન પર બંધ થયો હતો. આ બાજુ ક્રૂડમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ 1 ટકાના વધારા સાથે 61 ડૉલરની સપાટીએ પહોચી ગયુ હતુ. આ બાજુ બ્રિટેનમાં ટેરેસા મે સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો છે. આપને જણાવી દઈએ કે બ્રેક્સિટ ડીલનો પ્રસ્તાવ ફગાવાતા લેબર પાર્ટીએ અવિશ્વાસનો પ્રસ્તાવ કર્યો હતો.

આ ગ્લોબલ સંકેતોના કારણે ભારતીય બજારની શરૂઆતમાં તેજી જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીની ચાલમાં તેજી જોવા મળી હતી. દિગ્ગજ શેરોની વાત કરીએતો આજે મિડ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી હતી. બીએસઈના મિડકૈપ ઈન્ડેક્સમાં 0.35 ટકાના વધારા સાથે 15240ના સ્તર પર જોવા મળી હતી. તો બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.26 ટકાના વધારા સાથે 14700ની નજીક પહોંચ્યો હતો.

આજના શરૂઆતના કારોબારમાં બેન્ક શેરોમાં સામાન્ય ખરીદારી જોવા મળી રહી હતી. જેના કારણે બેન્ક નિફ્ટીમાં 0.11 ટકાની તેજી સાથે 27515ના સ્તરની આસપાસ જોવા મળ્યો હતો. આજે એફએમસીજી અને મીડિયા શેરોને છોડીને તમામ સેક્ટરમાં ખરીદારી જોવા મળી હતી. નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં 0.41 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 0.30 ટકા, ફાર્મા ઈન્ડેક્સમાં 0.16 ટકા અને રિયલ્ટી ઈન્ડેક્સમાં 0.63 ટકાની તેજી જોવા મળી હતી.

હાલ બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 65 પોઈન્ટ એટલેકે 0.25 ટકાની મજબુતી સાથે 36415ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. તો એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સમાં નિફ્ટીમાં 25 પોઈન્ટ એટલેકે 0.21 ટકાની તેજી સાથે 10915 પર કારોબાર કરી રહ્યો છે.