newsdog Facebook

VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે અમદાવાદમાં, જુઓ ઍરિયલ વ્યૂ સાથે ખાસિયતો

Vtv News 2019-01-15 15:41:00

અમદાવાદમાં બની રહ્યું છે વિશ્વનુ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ. જી હા, અમદાવાદના મોટેરામાં બની રહ્યુ છે વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ. VTVની ટીમે કેદ કર્યા મોટેરા સ્ટેડિયમના આકાશી દ્રશ્યો. આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું હશે જેમા 1,10,000 પ્રેક્ષકો બેસી શકશે. આ ઉપરાંત આ સ્ટેડિયમમાં પાર્કિંગની વ્યવસ્થા પણ વિશાળ માત્રામા હશે અને અનેક કોર્પોરેટ બોકસ પણ રાખવામા આવશે જેમાં પ્રત્યેક કોર્પોરેટ બોકસમા 25 લોકો બેસી શકશે.

અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના મેલબોન સ્ટેડિયમ સૌથી મોટું સ્ટેડિયમ માનવામાં આવતુ હતું. મોટેરા ખાતે આકર પામી રહેલા 33 એકરમાં આ સ્ટેડિયમ બનાવવા પાછળ 800 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. સ્ટેડિયમાં 75 જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. એક કોર્પોરેટ બોક્સમાં 25 લોકો બેસીને મેચની મજા માણી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્પોરેટ બોક્સ ખાસ કરીને મંત્રી, સેલિબ્રિટી, ઉઘોગપતિઓ માટેની વ્યવસ્થા છે. ખેલાડીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને IPLને ધ્યાનમાં રાખીને 4 ટીમ ભાગ લઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલાડીઓના વૉક અપ માટે અને પ્રેક્ટિસ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.


મોટેરા સ્ટેડિયમાં એક ક્લબ હાઉસ તૈયાર કરવામાં આવે છે. આ ક્લબ હાઉસમાં 55 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ક્લબ હાઉસમાં ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ અને જીન્મેશીયમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઇનડોર અને આઉટ ડોર ગેમ માટે આ ક્લબ હાઉસ તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિયમ 1 લાખ લોકોની ક્ષમતા ધરાવે છે તેને ધ્યાનમાં રાખીની પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 3000 કાર્સ અને 8200 ટુ-વ્હીલર પાર્ક કરી શકાય તે પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેડિયમના પરિવહન સેવા સાથે જોડવા માટે મેટ્રો ટ્રેન સાથે લીંક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેડિયમ પાછળ બની રહેલા રિવર ફ્રન્ટ સાથે પણ સ્ટેડિયમને જોડવામાં આવશે. 6 મહિનાની અંદર સ્ટેડિયમનુ કામ પૂર્ણ કરવામાં આવશે..સ્ટેડિયમમાં કુલ સાત જેટલી પીચ તૈયાર કરવામાં આવશે,.આ ઉપરાંત પ્રથમ વાર સ્ટેડિયમમાં એલઇડી લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવશે. સ્ટેડિયમમાં મીડીયા રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.