newsdog Facebook

યલો મેન 35 વર્ષથી આ ભાઇએ માત્રને માત્ર પીળો રંગ જ પહેર્યો છે

Sanjsamachar 2019-01-16 14:58:00

કોઇકને લાલ રંગ ગમે તો કોઇકને લીલો કે પીળો, પણ શું તમને કોઇક રંગ એટલો ગમે ખરો કે તમે રોજ એ જ રંગના કપડા પહેરો? સિરિયાના ઐતિહાસીક સમૃઘ્ધિ ધરાવતા અલેપો શહેરમાં 68 વર્ષના અબુ ઝકૌર નામના ભાઇએ આ કામ કર્યુ છે. ત્રણ-ચાર મહિના કે વર્ષ માટે નહી, પૂરા સવા ત્રણ દાયકાથી તેઓ પીળા રંગને તન મનથી વરેલા છે. પીળા રંગ સાથેની દોસ્તી કયારથી શરૂ થઇ એની ખાસ તારીખ-વાર સાથે નોંધ પણ અબુએ રાખી છે. 1983ની 2પ જાન્યુઆરીથી અબુએ નક્કી કરેલું કે તે હવે પીળા રંગના કપડા જ પહેરશે. કારણ? કારણ એ જ કે તેમની નજરે પીળો રંગ પ્રેમનું પ્રતીક છે. નક્કી કર્યા પછી તેમણે તેમના જૂના વોર્ડરોબનું શું કર્યુએ ખબર નથી, પણ તેમણે એ પછી અધધ કહી શકાય અને ઉબકી જવાય એ હદે પીળા રંગના કપડાનું શોપીંગ કર્યુ. માત્ર બહારનાં કપડાં જ નહી. અન્ડરવેઅર અને એકસેસરીઝ પણ પીળા રંગની જ તેઓ વાપરે છે. નેકટાઇ, હેટ, જૂતાં, છત્રી હોય કે સ્માર્ટ ફોનનું કવર, અબુભાઇને એ યલો જ જોઇએ. જે નાની-નાની ચીજો તેઓ વાપરતા એ બીજા રંગની હોય તો એ માટે તેમણે પીળા રંગની નેઇલ પોલીસ ખરીદીને એનાથી એ ચીજો પીળી કરી નાખી છે.
એક ચાઇનીઝ ન્યુઝ એજન્સીને ઇન્ટરવ્યુ આપતી વખતે અબુ ઝકૌરનું કહેવું છે કે આ પૃથ્વી પર હજી કોઇ વીરલો પેદા નથી થયો જેણે લગાતાર 35 વર્ષ સુધી દિવસ-રાત, ઘરમાં કે બહાર માત્ર એક જ રંગ પહેર્યો હોય, તેમના ઘરમાં પણ ટેબલકલોથ, બેડશીટસ અને કચરાપેટી જેવી નાની-નાની ચીજો પણ પીળા રંગની જ છે. સ્થાનિક લોકો અબુને યેલો મેન ઓફ અલેપોના હુલામણા નામે બોલાવે છે.