newsdog Facebook

ઓપરેશન કરતાં-કરતાં ઉંઘી ગયેલા ચાઇનીઝ સજર્યન પર સોશ્યલ મીડિયામાં વરસી શાબાશી

Sanjsamachar 2019-01-16 13:36:00

ચીનના ગુઇઝોઉ પ્રાંતમાં આવેલી પીપલ્સ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સજર્યન લ્યુઓ શેનપેન્ગની એક તસવીર ચાઇનીઝ સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઇ છે.
એ ફોટોમાં લ્યુઓ ઓપરેશન ટેબલ પર દર્દીના હાથની બાજુમાં જ માથુ મૂકીને ઢળી પડયા છે. તેમની આંખો મીંચેલી છે અને ચહેરા પર ખૂબ થાક વર્તાય છે. આ ઘટના વખતે લ્યુઓ એક માઇગ્રન્ટ વર્કરનો કપાયેલો હાથ સીવી રહ્યા હતા. ઇમરજન્સીમાં એક દર્દી દાખલ થયેલો જેનો હાથ ઓલમોસ્ટ શરીરથી છૂટો પડી ગયેલો.
લ્યુઓએ દર્દીનાં હાડકાને જોડીને બહારથી ટાંકા લઇને સર્જરી કરી હતી. જો કે છેલ્લા ટાંકા લેવાઇ રહ્યા હતા. ત્યારે તેઓ સહેજ વાર માટે ઓપરેશન ટેબલ પર જ પોરો ખાવા માથું ઢાળીને બેઠા હતા.
આ વખતે એક નર્સ પણ તેમની સાથે ઓપરેશન થિયેટરમાં હતી. તેણે લ્યુઓની આ તસવીર ઝડપીને વીચેટ પર અપલોડ કરી દીધી હતી. સાથે લખ્યું હતું કે લગાતાર 24 કલાક સુધી ઓન ડયુટી કામ કર્યા પછીયે ડોકટરે ઇમરજન્સી સર્જરીની ના ન પાડી.
આરામને મહત્વ આપવાને બદલે તેમણે દર્દી અને કામને મહત્વ આપ્યું. બસ, પછી તો લોકો સજર્યન પર તારીફોનાં ફૂલ વેરવા લાગ્યા.