newsdog Facebook

શ્વેતાએ પોલ ખોલી કે મમ્મી અને પત્નીમાંથી અભિષેક કોનાથી વધારે ડરે છે, જુનિયર બચ્ચને કહ્યું ચૂપ રહે!

Vtv News 2019-01-14 14:19:00

'કોફી વિથ કરણ'ની આ સીઝન બ્રોમાંસ અને ભાઈ-બહેનના પ્રેમના ઍપિસોડથી ભરેલી રહી, જેમાં અર્જૂન કપૂર- જ્હાનવી કપૂર, શાહિદ કપૂર- ઇશાન ખટ્ટર, સોનમ કપૂર- હર્ષવર્ધન કપૂર-રિયા જેવા સેલેબ્સ શામેલ હતાં. 

હવે આ લિસ્ટમાં નવું નામ છે અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન અને આ ઍપિસોડ ચોક્કસપણે તમે મિસ કરવા નહીં માંગો. આગામી ઍપિસોડના પ્રોમોમાં કરણ અભિષેકને એક સવાલ કરતો દેખાય છે કે તેને મમ્મીથી વધારે ડર લાગે છે કે પત્નીથી?

જરા હટકે સવાલ-જવાબ માટે જાણીતા આ શોના પ્રોમોમાં કરણ જોહરે જેવો રૅપિડ ફાયર રાઉન્ડમાં અભિષેકને પૂછ્યું કે તેને પત્નીથી વધારે ડર લાગે છે કે મમ્મીથી તો તેનો જવાબ હતો મમ્મી (જયા બચ્ચન). જો કે અભિષેકને વચ્ચે જ ટોકતા બહેન શ્વેતાએ કહ્યું કે અભિષકને પત્નીથી વધારે ડર લાગે છે. જેના પર અભિષેકે બહેનને ચૂપ રહેવાનું કહ્યું અને કહ્યું કે આ રૅપિડ ફાયર રાઉન્ડ તેનો છે. 

ઉલ્લેખનીય છે કૉફી વિથ કરણનો આ શો ઘણાં સિક્રેટ્સ લઈને આવનારો છે અને આ માટે જ કરણનો આ શો જાણીતો પણ છે. આવામાં ભાઈ-બહેન પાસેથી એવી કઈ કઈ અન્ય રસપ્રદ વાતો બહાર આવે છે તે જોવાનું રહેશે.