newsdog Facebook

WhatsApp લઈને આવ્યુ શાનદાર ફીચર, હવે મેસેજ ટાઈપ કરવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ

Sandesh 2019-01-16 11:31:00

WhatsApp અવારનવાર તેના વપરાશકારો માટે નવા નવા ફીચર્સ લઈને આવે છે જેની મદદથી આપણે સારી રીતે કામ કરી શકીએ છીએ અને વધારે ઉપયોગી આવા ફીચર્સથી આપણું કામ સરળ થઈ જાય છે. WhatsAppમાં Dictation નામનું એક ફીચર આપવામાં આવેલ છે જેની મદદથી તમે ટાઈપ કર્યા વીનાજ ફક્ત બોલીને મેસેજે ટાઈપ કરી શકો છો.

આ ફીચર Android અને iOS બંને વપરાશકારો માટે આપવામાં આવેલ છે. મેસેજ મોકલવામાં અને ચેટીંગ કરવામાં WhatsAppનો ઉપયોગ સતત વધી રહ્યો છે. WhatsAppમાં તમે ટાઈપ કર્યાવીના બોલીને જ તમારો મેસેજ મોકલી શકો છો. Dictation ફીચરની મદદથી તમે કોઈ પણ જાતનું ટાઈપ કર્યાવીના જ તમારો મેસેજ મોકલી શકો છો.

કીબોર્ડમાં આપવામાં આવેલ છે માઈકનું આઈકોન

Dictation ફીચરમાં ગૂગલ આસિસ્ટન્ટ અને Siri જેવા સ્માર્ટ વોઈસ આસિસ્ટન્ટ પહેલાજ આપવામાં આવેલ છે. WhatsAppમાં આ ફીચર હવે બીલ્ટ ઈન છે. કોઈ પણ વપરાશકર્તા કીબોર્ડમાં આપવામાં આવેલ નવા માઈક આઈકોન પર ક્લિક કરીને બોલતા તમારો મેસેજ મોકલી શકો છો.

Dictation ફીચરનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ WhatsApp ઓપન કરવાનું રહેશે, ત્યારબાદ કોન્ટેક્ટ પર ક્લિક કરો, જેને તમે મેસેજ કરવા માંગો છો. આ મેસેજ પોતાની જાતે જ ટાઈપ થઈ જશે. કીબોર્ડ કાઢ્યા પછી તમે મેસેજ પણ ટાઈપ કરી શકો છો. તો iOSના વપરાશકર્તા માટે માઈક ઓપ્શન નીચે ડાબી તરફ આપવામાં આવેલ છે. મેસેજ મોકલવા માટે તમે આ માઈકનો ઉપયોગ કરી શકો છો. હવે તેને સેન્ડ કરી દો.

લાંબા મેસેજ મોકલવા માટે થશે ફાયદો

WhatsApp યૂઝર મેસેજ મોકલનારને મેસેજ મોકલો તે પહેલા એડીટ પણ કરી શકો છો. આ ફીચર ત્યારે ખુબજ ઉપયોગી સાબીત થશે જ્યારે લાંબો મેસેજ મોકલી શકો છો. કેમકે લાંબા મેસેજ ટાઈપ કરતા ખુબજ કંટાળો આવતો હોય છે આવા સમયે આ ફીચર કામમાં આવશે.