newsdog Facebook

રસોડામાં દરેકને ઉપયોગી થશે આ 16 સરળ ટીપ્સ, લિંક સેવ કરીને રાખજો ખબર નહિ ક્યારે જરૂરત પડી જાય...

Gujju Rocks 2019-01-14 10:18:53

પરણિત હોય કે કુંવારા, યુવક હોય કે યુવતી દરેકને રસોડામાં કોઈને કોઈ તકલીફ આવતી જ હોય છે. અમુકવાર રસોડામાં કીડીઓ ઉભરાવવી, ખાવાનું બગડી જવું, ડુંગળી સમારો ત્યારે આંખો બળવી જેવી બીજી ઘણી તકલીફો લગભગ દરેકને આવતી જ હોય છે. એમાં પણ નવપરણિત યુવતી અને નોકરીના લીધે ઘરથી દુર રહેવું પડતું હોય છે અને પોતાની મમ્મી પણ દુર હોવાથી અને તાત્કાલિક વાત ના થઇ શકે એમ હોય ત્યારે અનેક સમસ્યાનો સામનો તેમને કરવો પડતો હોય છે. તો હવે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે લાવ્યા છીએ તમારી માટે કેટલીક એવી જ ઈમરજન્સીના સમયે કામ લાગે એવી ટીપ્સ. આવો જાણીએ અને તમારા મિત્રોને પણ જણાવીએ.

૧. રસોડામાં કીડીઓ બહુ થઇ ગઈ છે તો તેમાંથી છુટકારો પામવા માટે તમારે તમારા રસોડામાં સીએફએલ બલ્બની સાથે એક કે બે ડુંગળી બાંધી દેવાની છે. આ ડુંગળી તમે એક દોરીમાં બાંધીને પણ લગાવી શકો.

૨. ફ્રીઝ ગમે તેટલું ચોખ્ખું રાખીએ પણ થોડા જ સમયમાં ફ્રીઝમાંથી ગંદી વાસ આવવા લાગે છે આ સમસ્યાથી બચવા માટે એક લીંબુ લેવાનું છે તેના બે ટુકડા કરો અને ફ્રીઝમાં બે અલગ અલગ ટ્રેમાં મૂકી દો આમ કરવાથી ફ્રીઝમાંથી વાસ આવશે નહિ.

૩. આપણા ઘરમાં એવું ઘણી વાર થાય છે કે ખાવાનું બળી જાય અને વાસણને ચોંટી જાય અથવા તો ઘણીવાર એવી વાનગી બનાવવામાં આવે છે કે વાસણનું તળિયું એ બળી જાય અથવા તો ખાવાનું ચોંટી જાય છે તો આ સમસ્યાથી છુટકારો પામવા માટે તમારે એ વાસણમાં ચા અને પાણી ઉમેરીને થોડીવાર રહેવા દેવું આમ કરવાથી થોડી જ વારમાં એ વાસણ ચકાચક થઇ જશે.

૪. ઘણીવાર એવું થતું હોય છે કે ઈંડા ઉકાળતી સમયે ઈંડા ફૂટી જાય છે પણ જો તમે ઈચ્છો છો કે આવું ના થાય તો તેની માટે તમારે પાણીમાં ઈંડા નાખીને ઉકાળો એ પહેલા તે પાણીમાં અડધી ચમચી મીઠું ઉમેરી દેવું આમ કરશો તો ઈંડા ઉકળતા સમયે ફૂટી નહિ જાય.

૫. જો તમારા રસોડામાં પણ દાળ અને કઠોળ જેવી વસ્તુઓ લાંબા સમય માટે ભરવામાં આવે છે તો લાંબા સમયે તેમાં જીવડા પડવાની શક્યતા રહે છે તેનાથી બચવા માટે તમારે જે તે દાળ કે કઠોળને દીવેલવાળા હાથથી ઘસી લેવું આમાં કરવાથી મોંઘા મોંઘા કઠોળ અને દાળ બગડશે નહિ.

૬. રસોઈ બનાવતા સમયે આપણે ગમે એટલી તકેદારી રાખીએ પણ ગેસ અને તેની નીચે પ્લેટફોર્મ અને દિવાલો તો બગડતી જ હોય છે અને તેની સફાઈ કરવી એટલે નાકે દમ આવી જાય. પણ હવે જયારે પણ સાફ કરો ત્યારે પાણીમાં થોડું વિનેગર ઉમેરો અને આમ કરવાથી તે જગ્યા એ ફટાફટ સાફ થઇ જશે.

૭. જો લાંબા સમયથી ફ્રીઝ સાફ કર્યું નથી અને બહુ ઓછો સમય મળે છે ફ્રીઝ સાફ કરવા માટે તો જયારે પણ ફ્રીઝ સાફ કરો ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરો બહુ ઓછા સમય અને મહેનતથી ફ્રીઝ સાફ થઇ જશે અને લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

૮. જયારે પણ દાળ બાફવા માટે મુકો છો પણ ત્રણ કે ચાર સીટી થવા છતાં દાળ ચઢતી નથી તો તેના માટે જયારે દાળ બાફવા મુકો ત્યારે તેમાં સોપારીના બે થી ત્રણ ટુકડા મુકવા, આમ કરવાથી તમારી દાળ ફટાફટ ચઢી જશે.

૯. બાળકોને તમારા હાથની ઈડલી ખાવી હોય છે પણ એ સોફ્ટ અને ફૂલતી નથી તો તેના માટે જયારે તમે ખીરું તૈયાર કરો ત્યારે તેમાં થોડા ઉકાળેલ ચોખા અથવા ઈનો પણ ઉમેરી શકો. આમ કરવાથી ઈડલી એ સરસ ફૂલશે અને એકદમ નરમ બનશે.

૧૦. કરેલા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે એ તો આપણે બધા જાણીએ છીએ પણ તેના કડવા ટેસ્ટના કારણે પસંદ નથી તો તેના માટે એક સરળ ઉપાય છે, કરેલાને સમારીને તેમાં મીઠું ઉમેરો અને પછી એક બાઉલમાં એ મીઠાવાળા કરેલા મુકો અને તેમાં પાણી ઉમેરો. થોડીવાર રહીને કરેલા તેમાંથી કાઢી લો અને શાક બનાવો. આમ કરવાથી કરેલાની બધી કડવાશ એ પાણીમાં રહી જશે.

૧૧. આખા વિશ્વમાં અમુક જ એવા વ્યક્તિ હશે જેને ડુંગળી સમારતા સમયે આંસુ નહિ આવતા હોય, તો આમ થવાથી બચવા માટે ડુંગળીના બે ટુકડા કરો અને એ ટુકડાને થોડીવાર માટે પાણીમાં નાખો, આમ કર્યા પછી જો તમે ડુંગળી કાપશો તો આંખોમાંથી આંસુ આવશે નહિ.

૧૨. પનીરને સોફ્ટ કરવા માટે તમે તેને કાપીને તેલમાં તળો છો તો હવે એવું ના કરશો, પનીરને થોડું નાનું નાનું કાપીને કે છીણીને ઉકાળેલા પાણીમાં થોડીવાર રહેવા દો આમ કરવાથી પનીર એકદમ ફ્રેશ અને સોફ્ટ થઇ જશે.

૧૩. લસણ ફોલવું એ પણ આમ તો બહુ અઘરું કામ છે અને એમાં પણ જયારે ઉતાવળ હોય ને ત્યારે વધારે વાર લાગે છે તો હવે જયારે પણ લસણ ફોલવાનું હોય ત્યારે લસણની કળીઓને પાણીમાં રાખો અને પછી લસણ સરળતાથી છોલાઈ જશે.

૧૪. મારા ઘરમાં અવારનવાર એવું થતું હોય છે જયારે કેળા લાવવાનું એમને કહું ત્યારે લાવે નહિ અને જયારે હું માર્કેટમાંથી કેળા લાવુંને ત્યારે તેઓ પણ લઈને આવે છે આમ બહુ બધા કેળા ભેગા થઇ જાય છે અને પછી તમને જાણવું કે આટલા બધા કેળાને બગડતા બચાવવા માટે હું શું કરું છું, કેળાના ઉપરના ભાગને પ્લાસ્ટિક વીટી દો, આમ કરવાથી કેળા એ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

૧૫. શાકમાં જયારે મીઠું વધારે પડી જાય, આ તકલીફ લગભગ દરેક ઘરમાં થતી જ હોય છે, આવું થાય ત્યારે મોટાભાગની મહિલાઓ એ પાણી ઉમેરી દે છે જેથી મીઠું બધામાં પ્રમાણસર આવી જાય પણ એવું નથી કરવાનું તમારે શાકમાં એક બટાકો છોલીને ઉમેરવો અને થોડીવારમાં એ બટાકો તેમાંથી કાઢી લેવો આમ કરવાથી બટાકો એ વધારાનું મીઠું શોષી લેશે અને તમારા શાકનો સ્વાદ જળવાઈ રહેશે.

૧૬. જયારે પણ રસોડામાં દૂધ ગરમ કરતા હોઈએ ત્યારે એમ થાય કે તેની સાથે સાથે રસોડામાં બીજા પણ કામ પતાવી દઈએ પણ એ કામ પતાવવાની લ્હાયમાં દૂધ એ ગેસ પર ઉભરાઈ જાય છે અને દૂધ વેસ્ટ જાય છે આમ ના થાય તેના માટે તમારે ફક્ત એક કામ કરવાનું છે. જે વાસણમાં તમે દૂધ ગરમ કરવાના હોય તેની ધાર પર એટલે કે કિનારીએ બટર લગાવી દેવું આમ કરવાથી દૂધ એ ઉકળશે પણ ઉભરાશે નહિ.

આ ટીપ્સની મદદથી તમે તમારું રસોડું સ્વચ્છ રાખી શકશો, તમારો સમય પણ બચશે, તો જો તમને પસંદ આવી હોય આ ટીપ્સ તો તમારા મિત્રોને પણ ટેગ કરજો જેને આ ટીપ્સથી બહુ ફાયદો થાય એમ હોય.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.