newsdog Facebook

ચીને ચંદ્ર પર કર્યો ચમત્કાર! ગુજરાતમાં સૌથી વધુ ઉગતા આ પાકની કરી રોપણી

Sandesh 2019-01-16 10:25:00

ચીન દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા રોવર પર કપાસના બીજ અંકુરિત થયા બાદ પહેલી વખત આપણી દુનિયાની બહાર કોઈ છોડનો વિકાસ થયો છે. ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને આ અંગે જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કપાસની મોટાપાયે ખેતી થાય છે.

ચંદ્ર પર છોડ ઊગાડવા ભવિષ્યના સ્પેસ મિશન માટે ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. અંતરિક્ષ સંશોધન મામલે ચીનની આ સિદ્ધિને એક મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે. અંતરિક્ષના ક્ષેત્રમાં મહાશક્તિ બનવાની ચીનની મહત્ત્વકાંક્ષા વધારતા ચાંગ’ઇ-4 3 જાન્યુઆરીના રોજ ચંદ્રની બીજી તરફના ભાગમાં ઊતર્યું હતું.

પહેલીવખત એવું બન્યું છે કે જ્યારે કોઈ અંતરિક્ષ યાન ચંદ્રના દૂરના વિસ્તારમાં ઊતર્યું હોય. અત્યારસુધી આ વિસ્તાર અછૂત રહ્યો છે. આ પહેલા છોડને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઉગાવવામાં આવ્યા હતા પણ ચંદ્ર પર આવુ કંઈક પહેલી વખત થયું છે.

આ સફળતા બાદ હવે અંતરિક્ષયાત્રીઓ સ્પેસમાં પોતાના માટે ખાવાની વસ્તુઓના છોડ ઉગવી શકશે. તેનાથી તેમણે સ્પેસમાં ભોજન વારંવાર લઈને પણ જવાની જરૂર પડશે નહીં.

ચાઇનીઝ યાનમાં કપાસ, સરસવ અને બટાટાની પ્રજાતિની બીજ, યીસ્ટ અને ફ્રુટ ફ્લાય ઈંડા મોકલવામાં આવ્યા હતા.

આવું પહેલી વખત બન્યું છેચીને ચંદ્ર પર કર્યો ચમત્કાર! ગુજરાતમાં સૌથી વધુ ઉગતા આ પાકની કરી રોપણી 
પ્રયોગની ડિઝાઇનનું નેતૃત્વ કરનાર શાઇ ગેંગિશને કહ્યું કે આ પહેલો મોકો છે જ્યારે માનવે ચંદ્રમાની ધરતી પર જીવવિજ્ઞાનમાં છોડનો વિકાસ કરવા માટે પ્રયોગ કર્યો.