newsdog Facebook

6 દિવસ પછી સસ્તુ થયુ પેટ્રોલ, આ છે આજના મુખ્ય શહેરોના ભાવ

Sandesh 2019-01-16 09:41:00

ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેટ ક્રૂડના રેટમાં આવેલ સામાન્ય ઘટાડાના કારણે બુધવારે ઘરેલુ શેર બજારમાં તેની અસર પડી હતી. બુધવારે રાજધાની દિલ્હી સહિત પેટ્રોલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. પેટ્રોલની કિંમતમાં છ દિવસ પછી ઘટાડો થયો છે તો ડીઝલમાં તેજીનો સિલસિલો યથાવત છે.કેટલાક દિવસ પહેલા પેટ્રોલની કિંમત વર્ષના ન્યુનતમ સ્તર પર પહોંચ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલની કિંમતમાં સતત વધારો નોંધાયો છે. બુધવારે ચારેય મહાનગરમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ છે ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ

પેટ્રોલની કિંમતમાં 8 પૈસાનો વધારો જોવા મળે છે. દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિંમતમાં છ દિવસ પછી ઘટાડો થયો છે.દિલ્હીમાં બુધવારે સવારે એક લીટર પેટ્રોલનો ભાવ 70.33 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. તો ડીઝલનો ભાવ 64.59 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયું છે. આ સિવાય કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલમાં ક્રમશઃ 72.44 રૂપિયા, 75.97 રૂપિયા અને 73 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું છે. ડીઝલમાં આજે 12થી 13 પૈસાની તેજી આવી છે. કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલ ક્રમશઃ 66.36 રૂપિયા, 67.62 રૂપિયા અને 68.22 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.

ગુજરાતના મુખ્ય શહેરોના આજના ભાવ

અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 68.08 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 67.78 રૂપિયા છે. અમરેલીમાં આજે પેટ્રોલની કિંમત 68.46 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.17 રૂપિયા છે. આણંદમાં આજે પેટ્રોલની કિંમત 67.61 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 67.31 રૂપિયા છે. અરવલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 68.26 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 67.96 રૂપિયા છે. ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 67.99 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 67.69 રૂપિયા છે.

જાણકારોનું કહેવું છે કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા ઇંધણની કિંમતોમાં વધારો થવાથી આગામી કેટલાક દિવસો સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોંઘવારી બની રહશે. 27 ડિસેમ્બરથી સતત કાચુ તેલ મોંઘુ થવાનો સિલસિલો ચાલી રહ્યો છે. અત્યારે બ્રેન્ટ ક્રૂડ 60 ડૉલર પ્રતિ બેરલની નજીક ચાલી રહ્યું છે. જો કાચા તેલની કિંમત આ સ્તરથી વધે તો પેટ્રોલ અને ડીઝલમાં એક-બે રૂપિયાનો વધારો થઈ શકે છે.કેટલાક દિવસોથી કાચા તેલની કિંમતોમાં 50 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઈ હતી.