newsdog Facebook

અરવલ્લીઃ બે કાર વચ્ચે અકસ્માતમાં 3નાં મોત, કંકોત્રી આપવા જતાં માતા-પુત્રનાં મોત

Gujarati News 18 2019-01-15 22:05:13
હાર્દિક પટેલ, અરવલ્લી

વાસી ઉત્તરાયણની સાંજના સમયે અરવલ્લીના માલપુરના વાવડી પાસે બે કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા છે, જેમાં માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે.

અહીં ક્લિક કરી વાંચો પૃથ્વી પર આવી રહી છે આફત, NASAએ જાહેર કરી ચેતવણી!

પ્રાથમિક વિગત પ્રમાણે અરવલ્લીના માલપુરના વાવડી ગામ પાસે બે કાર સામ સામે અથડાઇ હતી. અકસ્માત એટલો ગોજારો હતો કે ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી બાજુ મૃતકોમાં લાલજીના પહાડિયા ગામમાં રહેતા માતા-પુત્રનો સમાવેશ થાય છે, જેઓ લગ્નની કંકોત્રી આપવા જતા હતા અને રસ્તામાં કાળનો કોળિયો બની ગયા હતા. ઘટનાની જાણ થતા જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.