newsdog Facebook

કાચબાની અંતિમયાત્રા નીકળી

Sanjsamachar 2019-01-15 15:02:00

ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં એક મહાકાય કાચબાનું રવિવારે મૃત્યુ થયું હતું. આ કાચબાના મોત પછી સ્થાનિક લોકો એટલા ભાવુક થઈ ગયેલા કે તેમણે બાકાયદા કાચબાની અર્થી સજાવીને શબયાત્રા કાઢી હતી. સ્થાનિક લોકોનું માનવું છે કે તળાવમાં ફેલાયેલી ગંદકીને કારણે કાચબાનો જીવ ગયો છે. આ વાતને લઈને નારાજ પશુપ્રેમીઓએ વિરોધ પ્રદર્શન પણ કયુર્ં હતું. લોકોએ મરેલા કાચબાને પાણીમાંથી કાઢીને એક હોલમાં રાખ્યો હતો જે જોવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. એ પછી કાચમાની અર્થી સજાવવામાં આવી અને ફૂલહાર ચડાવીને શહેરમાંથી શબયાત્રા પણ નીકળી. લોકો શબયાત્રા જિલ્લા કલેકટરની ઓફિસથી ફરીને વન વિભાગની ઓફિસ પહોંચ્યા. વન વિભાગ શબનું પોસ્ટમોર્ટમ કરીને કાચબીના મોતનું કારણ શોધશે અને પછી આગળની કાર્યવાહી હાથ ધરશે.