newsdog Facebook

દાઉદ ઇબ્રાહિમે પોતાના જ માણસની કરી હત્યા, જાણો કેમ

Sandesh 2019-01-15 14:46:00

દાઉદ ઇબ્રાહિમના નજીકના વિશ્વાસુ ફારૂક દેવડીવાલાને પાકિસ્તાનમાં ઠાર મરાયો છે. ગત વર્ષે દુબઇમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ભારત તેનું પ્રત્યાર્પણ મેળવવામાં અસફળ રહ્યુ હતું. માનવામાં આવી રહ્યું છે કે, તેને છોટા શકીલના આદેશ પર ડી ગેંગના બોસના વિરૂદ્ધ ષડયંત્ર રચવાની શંકાના આધારે મારવામાં આવ્યો છે.

ભારત ઘણા મામલામાંઓમાં દેવડીવાલનું પ્રત્યાર્પણ માંગી રહ્યું હતું. તેના પર આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીન માટે ભર્તી કરવાનો પણ આરોપ છે. જુલાઇ 2018માં પાકિસ્તાન નકલી દસ્તાવેજો, જેમા એક પાકિસ્તાની પાસપોર્ટ પણ સામેલ છે.

સૂત્રોનું માનવું છે કે, શકિલ જે દાઉદના નજીકના લોકોમાંનો એક છે તેના પોતાના ખરબીઓ પાસેથી જાણકારી મળી કે, દેવડીવાલાએ દુબઇમાં ભારતીય અધિકારીઓ પાસે મુલાકાત કરી હતી અને દાઉદ વિરૂદ્ધ તે ષડયંત્ર રચી રહ્યો હતો. સૂત્રો અનુસાર, દેવડીવાલાને શકીલે ખરૂખોટૂ ધમકાવ્યો પણ હતું.

દાવાનું સત્ય ખબર પડતા જ દાઉદ અને તેના નજીકના લોકોએ કહ્યું કે, હવે તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. મુંબઇ ક્રાઇમબ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓએ આ મામલા પર બોલવાથી સાફ ઇન્કાર કરી દીધો છે. ત્યાં જ ઇન્ટરપોલ દેવડીવાલાની પાકિસ્તાનમાં મોતની પુષ્ટી કરી રહ્યું છે. જો તેની મોતની પુષ્ટી થઇ જાય છે તો તે દાઉદનો પાકિસ્તાનમાં મરનાર બીજો સૌથી નજીકનો વ્યક્તિ બની જશે. આ પહેલા 2000માં ગેંગસ્ટર ફિરોજ કોકનીનમી હત્યા કરી દેવામાં આવી હતી. કારણ કે, તેને કથિત રીતે દાઉદના અસન્માનની વાત કહી હતી.