newsdog Facebook

બોલો, આ બહેનને અચાનક જ પુરુષોનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો

Sanjsamachar 2019-01-15 13:30:00

કોઈકને અચાનક જ બધુ સંભળાવાનું બંધ થઈ જાય અથવા તો અચાનક વધારાનાઅવાજો સંભળાવા લાગે એવું આપણે સાંભળ્યું છે, પણ કોઈ બહેનને અચાનક જ પુરુષોના અવાજ ન સંભળાય તો? યસ, ચીનની શિયામેન ટાઉનમાં રહેતા એક બહેનને અત્યંત રેર કહેવાય એવો હિયરિંગ ડિસઓર્ડર થયો છે. તેમને અચાનક જ લો ફીકવન્સીનો અવાજ સંભળાવો બંધ થઈ ગયો છે. મોટાભાગે પુરુષોનો અવાજ થેરો અને લો ફીકવન્સી ધરાવતો હોય છે. આ બહેનને એક રાતે સૂતા પહેલા બહુ ઉબકા ઉલટી જેવું લાગતું હતું. રાતે ઉંઘમાં પણ તેને જાણે કાનમાં ઘંટડીઓ વાગતી હોય એવો ભાસ થતો હતો. જો કે તે ઉંઘીને સવારે ઉઠી ત્યારે અજીબ બહેરાશ આવી ગઈ. તે બીજું ઘણુંબધુ સાંભળી શકતી હતી, પણ તેનો બાયફ્રેન્ડ બોલી રહ્યો છે એ તેના કાને નહોતું પડતું. પોતે બોયફ્રેન્ડનો અવાજ સાંભળી નથી શકતી એ હકીકત જોઈને ચેન નામના આ બહેનનું ચેન હણાઈ ગયું. શરૂઆતમાં તો તેના બોયફ્રેન્ડને પણ લાગ્યું કે કદાચ ચેન મજાક કરતી હશે, પણ જયારે તેને બીજા પુરુષોના અવાજ પણ નહોતા સંભળાતા ત્યારે તે હોસ્પિટલમાં જવા તૈયાર થઈ ગઈ, કાન, નામ અને ગળાના નિષ્ણાંત પાસે તેને લઈ જવાઈ. જો કે તે ડોકટર મહિલા હતી. તેની સાથે વાત કરવામાં તેને કંઈ વાંધો ન આવ્યો, પણ એ જ વખતે બીજો યંગ મેલ પેશન્ટ તેની કેબીનમાં આવ્યો તેનો અવાજ પણ ચેનને ન સંભળાયો. ડોકટરે તપાસ કરી તો અમુક હદથી લો ફીકવન્સી ધરાવાતો અવાજ તેને સંભળાવો બંધ થઈ ગયો હોવાનું નિદાન થયું. ડોકટરનું માનવું છે કે આવો વિચિત્ર હિયરિંગ લોસ થયવાનું કારણ કદાચ સ્ટ્રેસ છે. જો તે પુરતી ઉંઘ લઈને રિલેકસ થશે તો કદાચ તેની આંશિક બહેરાશ સુધરી પણ જાય.