newsdog Facebook

આ બાર્બર શેમ્પૂથી નહીં પણ શેમ્પેનથી વાળ ધોઈ આપે છે

Sanjsamachar 2019-01-15 13:24:00

વાળને સારા રાખવા માટે લોકો જાતજાતના શેમ્પૂ વાપરે એ તો સમજાયું. પણ રશિયાના મોસ્કોમાં એક હેર સેર્લો શેમ્પેનથી વાળ ધોવા માટે ફેમસ છે. વિલેન નુદાવેર્યાન નામના હેર સ્ટાઈલિસ્ટના હેર સેર્લોમાં બાકાયદા શેમ્પેનથી વાળ ધોવામાં આવે છે. વિલેનને આ આઈડિયા તેની સહકર્મચારી સાથેના એક પ્રેન્કના ભાગરૂપે આવ્યો હતો. તેની સાથે કામ કરતી એક મહિલા જોબ છોડીને બીજે જઈ રહી હતી. તેવી ફેરવેલ પાર્ટીમાં વિલેને વિચારેલું કે શેમ્પેનની છોળો ઉડાડવી અને એમાં પેલી મહિલાના વાળ લિટરલી શેમ્પેનમાં ધોવાઈ જાય એવું કરવું. આ રીતે વાળ ધોવાયા પછી પેલા બહેનને તો પોતાના સિલ્કી અને સ્મૂધ વાળ બહુ ગમી ગયા. તે ફરીથી વિલેન પાસે આવી અને પૂછયું કે શેમ્પેનથી વાળ ધોવા હોય તો શું કરવું? ત્યાંથી ભાઈસાહેબને વિચાર આવ્યો કે આ પ્રયોગ તો કમર્શિયલી પણ ફલોટ કરવા જેવો ખરો. નવાઈની વાત એ છે કે કંઈક હટકે કરવાના શોખીનોને પણ આ આઈડીયા ગમી ગયો. એ પછી બેસ્ટ રિઝલ્ટ માટે શું કરવું એ પણ વિલેને ટ્રાયલ એન્ડ એરર દ્વારા શોધી કાઢયું. પહેલા વળને સહેજ હૂંફાળા પાણીથી ધોવા અને પછી ધીમે ધીમે શેમ્પેન વાળ પર રેડવો. વાળ અને તાળવા પર મસાજ કરવો. વાળ એમ જ સુકાઈ જાય. એ પછી ઠંડુ પાણી વળ પર જસ્ટ રેડી દેવાથી સ્મેલ અને ચીકાશ નીકળી જાય, પણ ચમક રહી જાય. હવે તો લોકો પોતાને ગમતા શેમ્પનની બોટલ લઈને એનાથી વાળ ધોવા માટે અહીં આવે છે.