newsdog Facebook

એક ઈંડાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, અમેરિકાની એક્ટ્રેસને પણ છોડી પાછળ

Abpasmita 2019-01-15 10:00:00
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના સમયમાં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ ન કહી શકાય. હાલમાં જ એક સાધાર ઈંડુ સનસની બની ગયું છે. આ ઈંડાએ અમેરિકાની જાણીતી એક્ટ્રેસ કાઈલા જેનરને પણ પાછળ છોડી દીધી છે. ટેલીવિઝન સુપરસ્ટાર કાઈલીએ ખુદનો વીડિયો શેર કર્યો છે જેમાં તે એક ઇંડાને રસ્તા પર ફોડતી જોવા મળી રહી છે.
4 જાન્યુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ world_record_egg પર એક ઇંડાની તસવીર શેર કરવામાં આવી જેના પર અત્યાર સુધી 3.7 કરોડથી વધારે લાઈક મળી ચૂકી છે. ખાસ વાત એ છે કે આ એકાઉન્ટના 25 લાખથી વધારે ફોલોઅર્સ છે અને અત્યાર સુધી માત્રે એક જ ઇંડાની તસવીર પોસ્ટ કરી છે. world_record_egg ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે જેમાં લખ્યું છે કે, ‘આવો એક સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવીએ અને ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે પસંદ કરવાની પોસ્ટ મેળવીએ. કાઈલી જેનરનો હાલનો વર્લ્ડ રેકોર્ટ (1.8 કરોડ)ને હરાવીને આ મળી ગયું છે.’
તમને જણાવીએ કે 21 વર્ષની એક્ટ્રેસ કાઈલીએ ફેબ્રુઆરીમાં પોતાની ન્યૂબોર્ન બેબીની સાથે ફર્સ્ટ તસવીર શેર કરી હતી, જેણે 1.8 કરોડ લાઈક્સ મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે કાઈલીના ઇન્સ્ટાગ્રામ પર 12.38 કરોડ ફોલોઅર્સ છે. જોકે, હવે આ મામલે તે ઈંડાથી પાછળ રહી ગઈ છે.
ઇન્સ્ટાગ્રામ પર એક ઈંડાથી પાછલ રહેલ કાઈલે ખૂબ જ હેરાન છે. આ રીતે ખુદ પાછળ રહી જવા પર સાંકેતિક રીતે એક ઇંડાને રસ્ટા પર ફોડીને પોતાની પ્રતિક્રિયા આપી છે. પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇંડુ ફોડવાનો વીડિયો પણ કાઈલીએ શેર કર્યો છે.