newsdog Facebook

એરપોર્ટ પર લાખો રૂપિયાના નાઇટ સૂટમાં જોવા મળી આલિયા ભટ્ટ, કિંમત જાણીને રહી જશો દંગ

Vtv News 2019-01-13 17:10:00

મુંબઇ: બોલીવુડની ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટ હાલ ફિલ્મ ગલી બોયને લઇને ચર્ચામાં છે.14 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં એ રણવીર સિંહ સાથે નજરે જોવા મળશે. બીજી તરફ આલિયા રણબીર કપૂરની સાથે સગાઇને લઇને ચર્ચામાં છે. મીડિયા સૂત્રો પ્રમાણએ આ વર્ષના જૂન મહિનામાં બંને સ્ટાર્સ એકબીજા સાથે સગાઇ કરી શકે છે. 

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ખૂબ જ સ્ટાઇલિશ છે. એનો અંદાજ, ફેશન સેન્સ, પસંદ ખૂબ જ લક્ઝરી છે. તાજેતરમાં જ એ ન્યૂયોર્કમાં રણબીર કપૂર સાથે નવું વર્ષ ઊજવીને મુંબઇ પરત ફરી છે. એ દરમિયાન એના હાથમાં જે બેગ હતી એની કિંમત એક લાખ રૂપિયા હતા. 

આડે અમને તમને એના નાઇટ સૂટની કિંમત જણાવવા જઇ રહ્યા છીએ. એની કિંમત જાણીને કદાચ તમે ચોંકી જશો કારણ કે એટલી કિંમતમાં તમે ઘણા દેશ ફરી શકો છો. ડિસેમ્બરના અંતમાં આલિયા ભટ્ટે એરપોર્ટ પર એક સાધારણ નાઇટ ડ્રેસમાં સ્પોર્ટ થઇ હતી. આ નાઇટ સૂટ જોવામાં સિમ્પલ હતો પરંતુ એની કિંમત આશરે બે લાખ રૂપિયા હતી. આ Gucci નો ફ્લોરલ નાઇટ સૂટ હતો જેની સાથે એને ન્યૂડ કલરની હીલ્સ અને બેગ કેરી કરી હતી.   

જણાવી દઇએ કે આલિયા ભટ્ટ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ગલી બોયમાં રણવીર સિંહની સાથે નજરે આવશે અને ત્યારબાદ રણબીર કપૂરની સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને વરુણ ધવન સાથે કલંકમાં નજરે આવશે. ત્રણેય ફિલ્મો આ જ વર્ષે રિલીઝ થશે.