newsdog Facebook

ટીમ ઇન્ડિયામાંથી હાર્દિક-રાહુલ OUT, વિજય શંકર-શુભમન ગિલ IN

Vtv News 2019-01-13 11:37:00

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાના 2 ચહેરા શામેલ કરવામાં આવ્યા છે. BCCIએ હાર્દિક પંડ્યાની જગ્યાએ વિજય શંકર અને કે.એલ.રાહુલની જગ્યાએ ટીમમાં શુભમન ગિલને મૌકો આપ્યો છે. વિજય શંકરને ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે પસંદ કરવામાં  આવ્યો છે. જ્યારે શુભમન ગિલને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયામાં વનડે સીરિઝ પછી ટીમ ઇન્ડિયા 23 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડમાં પાંચ મેચોની વનડે સીરિઝ રમશે. 

વિજય શંકર એડિલેડમાં બીજી વનડેની શરૂઆતની પહેલા ટીમની સાથે જોડાશે, તે ઓસ્ટ્રેલિયામાં વનડે અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન ટીમનો ભાગ બનશે. શુભમન ગિલને ન્યૂઝીલેન્ડમાં વનડે અને T-20 સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. 

ટીમ ઇન્ડિયા માટે 5 આંતરરાષ્ટ્રીય T-20 મેચ રમી ચૂકેલા વિજય શંકર અત્યાર સુધી 3 વિકેટ ઝડપી છે આ સાથે જ ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં તેણે 41 મેચમાં 1630 રન કરતા 32 વિકેટ ઝડપી છે. 2018 અંડર-19 વર્લ્ડ કપના હીરો રહેલા શુભમન ગિલે પહેલી વખત ટીમ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

2018માં શુભમન ગિલે IPLમાં કોલકાતા ટીમમાંથી રમ્યો હતો. આ દરમિયાન શાનદાર ફૉર્મમાં હતો. ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાં તે પજાંબની ટીમમાંથી રમ્યો છે અને તાજેતર જ ગિલે 2018-19માં રણજી ટ્રોફીમાં તમિલનાડુ વિરુદ્ઘ 268 રનની શાનદાર ઇનિંગ રમી. આ સાથે જ રણજી ટ્રોફમાં તેણે 5 મેચમાં 2 સેન્ચુરી અને 4 હાફ સેન્ચુરી કરી 728 રન કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, કરણ જોહર પોતાના શોમાં ખેલાડીઓને તેમના અંગત જીવન પર કેટલાક સવાલો કર્યા હતા. આ દરમિયાના હાર્દિક પંડ્યાએ પોતાના રિલશનશિપ, ડેટિંગ અને મહિલાઓ વિશે જવાબ આપીને ફેન્સને ચોંકાવી દીધા હતા. પંડ્યાએ જણાવ્યુ કે, ''જ્યારે મેં પહેલી વખત મારી વર્જિનિટી ગુમાવી ત્યારે મેં મારા ઘરે મારા પેરેન્ટ્સ ઓપન માઇન્ડેડ છે તો મેં ઘરે જઇને કહ્યુ કે આજે તો હું કરીને આવ્યો છું.''

આ સિવાય પંડ્યાએ એક કિસ્સો યાદ કરતા કહ્યુ કે, ''એક વખત તે તેના માતા-પિતા સાથે પાર્ટીમાં ગયો હતો અને જ્યારે માતા-પિતાએ જણાવ્યુ કે કઇ મહિલાને તે જોઇ રહ્યો છે? તો તેણે કહ્યુ અહીંયા આવેલી તમામ મહિલાઓને જાણું છું.''