newsdog Facebook

ભારતીયોને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળવામાં કેમ લાગે છે 10 વર્ષ? આ છે કારણ

Vtv News 2019-01-12 14:41:00

અમેરિકી કૉંગ્રેશનલ સર્વિસની હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીન કાર્ડ માટે દેશમાં ક્વૉટા હટાવવામાં આવે. ભારત અને ચીન જેવા દેશો આ બાબતે મોટી સંખ્યામાં આગળ આવશે. ગ્રીન કાર્ડ લોકોને અમેરિકામાં સ્થાયી રૂપથી રહેવા તેમ જ કામ કરવાની અનુમતિ આપે છે. ક્વૉટાને કારણે ગ્રીન કાર્ડ માટે સૌથી વધુ લાંબી રાહ ચીની કર્મીઓએ કરવી પડે છે. તેમને 11 વર્ષ 7 મહિના સુધી રાહ જોવી પડે છે. જ્યારે ભારતીય કર્મચારીઓ માટે આ સમયસીમા 9 વર્ષ 10 મહિનાની છે. 

જ્યારે જે દેશોના લોકોને ઓછાં સમયમાં ગ્રીન કાર્ડ મળી જાય છે તેમાં ઍલ સલ્વાડૉર, ગ્વાટેમાલા, હોંડુરાસના લોકો છે જેમને 2 વર્ષ 10 મહિનામાં મળે છે. વિયેતનામના લોકોને 2 વર્ષ 8 મહિનામાં, મૅક્સિકોના લોકોને 2 વર્ષ અને અન્યને ગ્રીન માટે 1 વર્ષ 6 મહિનાની રાહ જોવી પડે છે. 

આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે નોકરી અને પરિવાર આધારિત ગ્રીન કાર્ડનો વાર્ષિક ક્વૉટાના 7 ટકા એક જ દેશના આવેદોકને મળે છે. અને માત્ર 10,000 વિઝા જ પ્રતિ વર્ષ 'અન્ય' અને 'બિનકુશળ શ્રમિકો' જેવા કેટલાંક વર્ગોના લોકોને મળી શકે છે. 

આ સાથે જો એક જ દેશના લોકો એક જ શ્રેણી માટે અરજી કરે તો પણ લાંબો સમય લાગે છે. ઍપ્રિલ 2018 અનુસાર 3,06,601 કુલ ભારતીયોમાં સૌથી વધુ IT પ્રોફેશનલ હતા, જે ગ્રીન કાર્ડની લાઈનમાં ઊભાં હતા. માત્ર એક જ શ્રેણી માટે ગ્રીન કાર્ડ લેનારા વિદેશીઓની સંખ્યા 3,95,025 હતી. એટલે કે ભારતીયોની સંખ્યા તેમાં 78 ટકા હતી. આ આંકડો રોજગારીના આધાર પર અરજી કરનારા લોકોનો છે.